AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: ઝીરો ઈન્વેસ્ટમેન્ટ અને મજબૂત નફો! બાળ મેળામાં બાળકે મગજ ચલાવીને પૈસા છાપવાની ગેમ બનાવી

શાળાના બાળ મેળામાં એક નાના બાળકે પોતાનું મગજ ચલાવીને એવી અદ્ભુત ગેમ બનાવી, જેમાં એક પણ રૂપિયાના રોકાણ વગર તેણે સારી કમાણી કરી લીધી. ફક્ત એક ડોલ, પાણી અને ગ્લાસનો ઉપયોગ કરીને બનાવેલી આ કમાલની માર્કેટિંગ સ્કીલનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

Trending Video: ઝીરો ઈન્વેસ્ટમેન્ટ અને મજબૂત નફો! બાળ મેળામાં બાળકે મગજ ચલાવીને પૈસા છાપવાની ગેમ બનાવી
Image Credit source: INSTAGRAM & AI
| Updated on: Aug 23, 2026 | 9:45 PM
Share

શાળાઓમાં બાળકોની ક્રિએટિવિટી વધારવા માટે જાતજાતના કાર્યક્રમો (જેમ કે સ્પોર્ટ્સ ડે, પિકનિક, પ્રદર્શન કે પછી બાળ મેળો) નું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમોમાં બાળકોની એકથી ચડિયાતી ક્રિએટિવિટી જોવા મળે છે. હાલમાં જ આવા એક કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

અહીં બાળ મેળાના પ્રસંગે એક વિદ્યાર્થીએ પોતાના મગજનો 100% ઉપયોગ કરીને એક એવી શાનદાર રમત આયોજિત કરી. આમાં તેણે એક પણ રૂપિયાના ખર્ચ વગર ફક્ત ને ફક્ત નફો કમાવવાનો રસ્તો શોધી કાઢ્યો.

બાળ મેળાના પ્રસંગે છોકરાએ પૈસા છાપવાની રમત બનાવી

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, શાળામાં આયોજિત બાળ મેળા દરમિયાન જ્યાં કેટલાક બાળકો ખાવા-પીવાની વાનગીઓ બનાવીને વેચતા નજરે પડી રહ્યા છે, તો કેટલાક જૂની વસ્તુઓ વેચીને પોતાની માર્કેટિંગ સ્કીલનો કમાલ બતાવી રહ્યા છે.

આ બધામાં કેમેરાનું ફોકસ એક એવા વિદ્યાર્થી પર જાય છે કે, જેણે કોઈ પણ ખર્ચ વગર ફક્ત ને ફક્ત ફાયદો કરાવતી ગેમ શોધી કાઢી. આ ગેમ માટે વિદ્યાર્થીને માત્ર એક ડોલ (બાલટી) અને એક ગ્લાસની જરૂર પડી. આ પછી વિદ્યાર્થીએ એક ખાસ રમત શરૂ કરી.

View this post on Instagram

A post shared by ? (@shreya8_x)

શું છે આ રમતનો નિયમ?

આ રમતમાં એક મોટી ડોલમાં પાણી ભરીને મૂકી દેવામાં આવ્યું છે. તે પાણીની અંદર એક નાનો ગ્લાસ મૂકેલો છે. હવે સામે ચેલેન્જ એ છે કે, તમારે એક સિક્કાને ડોલમાં રાખેલા ગ્લાસની અંદર નાખવાનો છે. આમ તો સાંભળવામાં આ ગેમ ખૂબ સરળ લાગી રહી છે પરંતુ પાણીથી ભરેલી ડોલમાં રાખેલા ગ્લાસ અંદર સિક્કો નાખવો એ કોઈ સરળ કામ નથી. મોટાભાગના લોકોને આ ગેમમાં હારનો સામનો કરવો પડે છે.

ગેમનો નિયમ સ્પષ્ટ હતો કે, ગેમનો હિસ્સો બનવા માટે એક એન્ટ્રી ફી આપવાની રહેશે. જો ગ્લાસમાં સિક્કો નાખી દીધો તો ઇનામી રકમ તમારી થઈ જશે પરંતુ આ કામ એટલું મુશ્કેલ છે કે, ઇનામી રકમ જીતવી કોઈના ગજાની વાત નથી. એવામાં ગેમ આયોજિત કરનાર વિદ્યાર્થીને ફક્ત ને ફક્ત ફાયદો જ થશે.

લોકોએ વિદ્યાર્થીના તેજ મગજના વખાણ કર્યા

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બાળ મેળાનું નિરીક્ષણ કરવા આવેલા એક અતિથિએ વિદ્યાર્થીની આ રમતનું સેટઅપ જોયું ત્યારે તેઓ તેના તેજ મગજના વખાણ કરતા બોલ્યા કે, તું તો ફક્ત નફો જ નફો કમાઈશ. આ કહેતા તે અતિથિ પણ ગેમમાં પોતાનો હાથ અજમાવે છે પરંતુ તેઓ અસફળ રહે છે.

બાળકની આ શાનદાર ક્રિએટિવિટીનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે અને લાઈક કરી ચૂક્યા છે. વીડિયો પર લોકોની રમુજી કોમેન્ટ્સ પણ આવી છે, જેમાં લોકોએ આ વિદ્યાર્થીની બુદ્ધિમત્તાના ખૂબ વખાણ કર્યા છે.

Trending Video : પાકિસ્તાનમાં ખાંડ, લોટ અને તેલ કેટલામાં વેચાય છે? જુઓ વીડિયો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">