AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ કોહલીના ફેવરિટ સિંગર કરણ ઔજલાનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

હુસ્ન તેરા તૌબા તૌબા ગીતથી ધમાલ મચાવનાર ફેમસ પંજાબી સિંગર કરણ ઔજલાનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો.કરણ ઔજલાના બંને હાથમાં માતા-પિતાના ફોટો છે.

| Updated on: Aug 23, 2026 | 7:15 AM
Share
ફેમસ પંજાબી ગાયક કરણ ઔજલા પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન કરણની પત્ની પલક ઔજલા પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.કરણ ઔજલાનો પરિવાર જુઓ.

1 / 14
કરણ ઔજલાનો પરિવાર જુઓ

કરણ ઔજલાનો પરિવાર જુઓ

2 / 14
જસકરણ સિંહ ઔજલાનો જન્મ 18 જાન્યુઆરી 1997ના રોજ થયો છે. જેને ગીતા દી મશીન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ભારતીય ગાયક, રેપર અને ગીતકાર છે જે મુખ્યત્વે પંજાબી સંગીત સાથે સંકળાયેલા છે.

3 / 14
 જસકરણ સિંહ ઔજલાનો જન્મ  પંજાબના લુધિયાણા જિલ્લાના ઘુરલા ગામમાં બલવિંદર સિંહ ઔજલા અને રાજિન્દર કૌરને ઘર થયો હતો. કરણ ઔજલાએ નાની ઉંમરે જ તેમના માતા-પિતા બંને ગુમાવ્યા હતા.

4 / 14
તેમના પિતાનું 9 વર્ષની ઉંમરે બાઇક અકસ્માતમાં અવસાન થયું હતું, અને ત્યારબાદ તેમની માતાનું કેન્સરથી મૃત્યુ થયું હતું. ઔજલાનો ઉછેર તેની બહેનો અને કાકા દ્વારા કરવામાં આવ્યો હતો.

5 / 14
9મા ધોરણમાં અભ્યાસ કરતી વખતે, ઔજલા એક લગ્ન સમારંભમાં જસ્સી ગિલને મળ્યા હતા અને તેમને રેન્જ ગીતના શબ્દો ઓફર કર્યા હતા, જે ગિલે ગાયું હતું અને સ્થાનિક સ્તરે લોકપ્રિય બન્યું હતું.

6 / 14
2014માં કરણ ઔજલા કેનેડા ગયા, જ્યાં તેઓ તેમની બહેન સાથે બ્રિટિશ કોલંબિયાના વાનકુવરમાં રહેતા હતા,અને બર્નાબીમાં બર્નાબી સાઉથ સેકન્ડરી સ્કૂલમાં ભણ્યા.ઔજલાએ સરેમાં લોંગશોરમેન તરીકે પાર્ટ-ટાઇમ કામ પણ કરી ચૂક્યા છે.

7 / 14
2019માં સિંગર કરણ ઔજલાએ તેના જમણા હાથ પર તેની માતાના ચહેરાનું ટેટૂ કરાવ્યું. તેના જમણા હાથ પર તેના પિતાનું ટેટૂ પણ છે. માર્ચ 2020માં તેણે તેના ડાબા હાથ પર ભારતીય સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહ અને ઉધમ સિંહના ટેટૂ કરાવ્યા હતા.

8 / 14
કરણ ઔજલાએ તેની લાંબા ગાળાની ગર્લફ્રેન્ડ, પલક સાથે 2023માં લગ્ન કર્યા છે. ઔજલાએ 25 નવેમ્બર 2021ના રોજ "હુકમ ક્લોથિંગ" નામની પોતાની કપડાની બ્રાન્ડ લોન્ચ કરી છે.

9 / 14
2016માં તેમણે મુખ્ય કલાકાર તરીકે તેમનું પહેલું ગીત "પ્રોપર્ટી ઓફ પંજાબ" રજૂ કર્યું, તેઓ "યારિયન ચ ફિક્ક", "યુનિટી", "આલ્કોહોલ 2", અને "લફાફે" જેવા તેમના ગીતોથી ચર્ચામાં આવ્યા હતા.

10 / 14
ત્યારબાદ તેમણે 2018 માં "ડોન્ટ વરી" સાથે લોકપ્રિયતા મેળવી, જે યુકે એશિયન ચાર્ટમાં પ્રવેશ કરનાર તેમનું પહેલું ગીત હતું.

11 / 14
કરણ પંજાબી ગીતો અને રેપ માટે જાણીતા છે, તેમણે બોલિવૂડ ફિલ્મ બેડ ન્યૂઝના સુપરહિટ ગીત "તૌબા તૌબા" દ્વારા હિન્દી સિનેમામાં પણ લોકપ્રિયતા મેળવી છે.

12 / 14
ફેમસ પંજાબી સિંગર અને રેપર કરણ ઔજલાની કુલ સંપત્તિ 2026માં આશરે 108 કરોડ રૂપિયાથી 200 કરોડ રૂપિયાની વચ્ચે છે.

13 / 14
ઔજલાએ તેમના આલ્બમ રિપ્લેથી જસ્સી ગિલના "રેન્જ" માટે ગીતકાર તરીકે શરૂઆત કરી. તેમણે દીપ જંડુ અને એલી મંગત સહિત અન્ય વિવિધ કલાકારો માટે ગીતકાર તરીકે કામ કર્યું.

14 / 14

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">