AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ, ભાવનગરનો મુસાફર ઝડપાયો

Breaking News : અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ, ભાવનગરનો મુસાફર ઝડપાયો

| Updated on: Aug 23, 2026 | 10:06 PM
Share

અમદાવાદ એરપોર્ટ પરથી ₹84 લાખની કિંમતનું 499 ગ્રામ 24 કેરેટ સોનું ઝડપાયું છે. શારજાહથી આવેલા ભાવનગરના 31 વર્ષીય મુસાફરે હાઇ નેક સ્વેટરની આડમાં ગળામાં સોનાની ચેઇન છુપાવી હતી.

અમદાવાદ એરપોર્ટ ફરી એકવાર સોનાની દાણચોરીના પ્રયાસને કારણે ચર્ચામાં આવ્યું છે. કસ્ટમ વિભાગે શારજાહથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી અંદાજે ₹84 લાખની કિંમતનું 499 ગ્રામ 24 કેરેટ સોનું જપ્ત કરીને મોટી કાર્યવાહી કરી છે. આ ઘટનામાં ભાવનગરના 31 વર્ષીય મુસાફરની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મુસાફરે સોનાની ચેઇન પોતાના ગળામાં પહેરી હતી અને તેને ચાલાકીપૂર્વક હાઇ નેક સ્વેટરની આડમાં છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કસ્ટમ અધિકારીઓની સક્રિયતા અને સતર્કતાને કારણે આ દાણચોરીનો પર્દાફાશ થયો હતો. કસ્ટમ વિભાગે સોનું જપ્ત કરીને મુસાફર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાએ ફરી એકવાર અમદાવાદ એરપોર્ટ પર થતી આંતરરાષ્ટ્રીય સોનાની દાણચોરીના નેટવર્ક અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. શું આ મુસાફર માત્ર એક કેરિયર હતો કે પછી તેની પાછળ કોઈ મોટું દાણચોરીનું રેકેટ સક્રિય છે, તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહી દર્શાવે છે કે એરપોર્ટ પર સુરક્ષા અને કસ્ટમ વિભાગની બાજ નજર સતત કાર્યરત છે.

મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન, ફાયર ટીમે સફળ રેસ્ક્યુ કર્યું, જુઓ Video

Published on: Aug 23, 2026 10:05 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">