AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કચ્છના જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી, સુરક્ષા એજન્સીઓ સતર્ક, જુઓ Video

Breaking News : કચ્છના જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી, સુરક્ષા એજન્સીઓ સતર્ક, જુઓ Video

| Updated on: Aug 23, 2026 | 5:55 PM
Share

કચ્છના જખૌ દરિયાકાંઠેથી શંકાસ્પદ AIS સિસ્ટમ અને ઓક્સિજન સિલિન્ડર મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. અબડાસા તાલુકાના સિંધોડીસર નજીકથી મળેલ આ વસ્તુઓ અંગે જખૌ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

કચ્છના જખૌ દરિયાકાંઠેથી શંકાસ્પદ વસ્તુઓ મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે અને તેઓ સતર્ક બની છે. અબડાસા તાલુકાના સિંધોડીસર નજીકના દરિયાકાંઠા વિસ્તારમાંથી એક શંકાસ્પદ AIS (ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ) સિસ્ટમ અને એક ઓક્સિજન સિલિન્ડર મળી આવ્યું છે. જખૌ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત પેટ્રોલીંગ દરમિયાન આ ચીજવસ્તુઓ મળી હતી.

AIS સિસ્ટમનો ઉપયોગ સામાન્ય રીતે જહાજોના લોકેશનને ટ્રેક કરવા માટે થાય છે, તેથી તેનું દરિયાકાંઠેથી મળી આવવું અત્યંત ગંભીર બાબત છે. આ ઉપરાંત, ઓક્સિજન સિલિન્ડરની હાજરી પણ અનેક સવાલો ઉભા કરે છે. સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી છે. તેઓ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ વસ્તુઓ કોઈ જહાજ સાથે જોડાયેલી છે કે કેમ, તે કોણે દરિયાકાંઠે છોડી અને તેનો હેતુ શું હોઈ શકે.

કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં અવારનવાર આવી શંકાસ્પદ વસ્તુઓ મળતી હોવાથી સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરીને તેની પાછળના રહસ્યને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આવી રીતે બનતું હતું નકલી દૂધ, ગુજરાતના આ વિસ્તારમાં પોલીસના દરોડા, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">