અંડર-23 આંતરરાજ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પંચમહાલની બે દીકરીઓની પસંદગી, જુઓ ફોટો
પંચમહાલ જિલ્લાના ગોધરાની હિરલ સોલંકી ગુજરાતની મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે અને ખોજલવાસાની વીણા વણઝારા વિકેટકીપર તરીકે અન્ડર 23 ટીમમાં પસંદગી થઈ છે. રાજ્યના 18 જીલ્લામાંથી આવતી ખેલાડીઓ પૈકી ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા પસંદગી કરવામાં આવે છે, જેમાં પંચમહાલની ગરીબ પરિવારની બે દીકરીઓની પસંદગી થઈ છે.

પંચમહાલ જિલ્લાના ગોધરાની હિરલ સોલંકી ગુજરાતની મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે અને ખોજલવાસાની વીણા વણઝારા વિકેટકીપર તરીકે અન્ડર 23 ટીમમાં પસંદગી થઈ છે.

આ બંને યુવતીઓ મુંબઈ ખાતે શરૂ થઈ રહેલી આંતરરાજ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જશે. રાજ્યના 18 જીલ્લામાંથી આવતી ખેલાડીઓ પૈકી ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા પસંદગી કરવામાં આવે છે, જેમાં પંચમહાલની ગરીબ પરિવારની બે દીકરીઓની પસંદગી થઈ છે.

ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં રહેતી હિરલ સોલંકીની વાત કરવામાં આવે તો તેના પિતા સ્વીપર તરીકે કામ કરે છે. બે ટાઈમ જમવાનું પણ માંડ મળતું એવા પરિવારની આ દીકરીને બાળપણથી જ ક્રિકેટ રમવાનો શોખ હતો.

માતા-પિતા તેનો શોખ પૂરો કરવા સક્ષમ નહોતા એટલે કોચ દ્વારા આર્થિક અને કોચિંગ સહિતની તમામ મદદ મળી અને હિરલ અહીં સુધી પહોંચી શકી

વીણા વણઝારા શહેરાના ખોજલવાસા ગામના અંતરિયાળ વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના પિતા ટ્રક ડ્રાઇવર અને ખેતી કામ કરે છે.

પંચમહાલની બંને યુવતીઓએ ટુર્નામેન્ટમાં જતાં પહેલાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડની શુભેચ્છા મુલાકાત લીધી હતી. (With Input - Nikunj Patel)