AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘પૈસા’ રહેશે સુરક્ષિત અને ‘રિટર્ન’ મળશે જોરદાર, SBI ની આ 5 સ્કીમ્સથી બનાવો ‘કરોડોનું ફંડ’

જો તમારું લક્ષ્ય બાળકોનું ભણતર, નવું ઘર કે રિટાયરમેન્ટ માટે મોટું ફંડ બનાવવાનું હોય, તો State Bank of India (SBI) ની મ્યુચ્યુઅલ ફંડ અને ડિપોઝિટ સ્કીમ્સ શ્રેષ્ઠ વિકલ્પ છે. યોગ્ય સ્કીમમાં SIP (દર મહિને બચત) કે Lumpsum (એકસાથે રોકાણ) કરીને કમ્પાઉન્ડિંગના વ્યાજથી તમે લાખો-કરોડોનું ફંડ બનાવી શકો છો.

| Updated on: Aug 09, 2026 | 6:30 PM
Share
1. SBI Small Cap Fund: મોટું ફંડ બનાવવા માટે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સૌથી અસરકારક માનવામાં આવે છે. SBI નો આ ફંડ નાની અને ઝડપથી વધતી કંપનીઓમાં રોકાણ કરે છે. આ એવા રોકાણકારો માટે યોગ્ય છે, જે થોડું વધુ જોખમ લઈ શકે છે અને 7 થી 10 વર્ષનો દ્રષ્ટિકોણ રાખે છે. આ ફંડે લાંબાગાળે સરેરાશ 15% થી 20% સુધીનું વાર્ષિક રિટર્ન (CAGR) આપ્યું છે. જો તમે SIP માં દર મહિને ₹5,000 નું રોકાણ કરો છો અને સરેરાશ 15% વળતર ધારો છો, તો તમારી ₹9 લાખની ડિપોઝિટ 15 વર્ષમાં આશરે ₹33.8 લાખના ફંડમાં વધી શકે છે.

1 / 6
2. SBI Contra Fund: કોન્ટ્રા ફંડ એવી કંપનીઓમાં નાણાં રોકે છે, જે હાલમાં માર્કેટના ટ્રેન્ડથી અલગ છે અથવા તો તેમના સાચા વેલ્યુએશનથી નીચે ટ્રેડ કરી રહી છે. આ ફંડે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને સ્થિર રિટર્ન આપ્યું છે. બીજું કે, જે રોકાણકારો બજારના ઉતાર-ચઢાવને સહન કરી શકે છે અને 5 થી 8 વર્ષમાં મોટું ફંડ બનાવવા માંગે છે, તેમણે આ પસંદ કરવું જોઈએ.

2 / 6
3. SBI Large & Midcap Fund: જો તમે જોખમ અને રિટર્ન વચ્ચે યોગ્ય સંતુલન ઈચ્છો છો, તો આ ફંડ એક ઉત્તમ વિકલ્પ છે. આ નાણાં ભારતની ટોપ 100 મોટી કંપનીઓ (Large Cap) અને ઉભરતી મધ્યમ કંપનીઓ (Mid Cap) માં ભેગા મળીને રોકે છે. મોટી કંપનીઓ તમારા પોર્ટફોલિયોને સ્થિરતા આપે છે, જ્યારે મિડકેપ કંપનીઓ ઝડપી ગ્રોથ આપીને ફંડની વેલ્યુ વધારે છે.

3 / 6
4. SBI Public Provident Fund - PPF: જો તમે કોઈપણ જોખમ વગર સુરક્ષિત રીતે ટેક્સ બચાવતા મોટું ફંડ બનાવવા માંગતા હોવ, તો તમે એસબીઆઈ બેંકમાં PPF ખાતું ખોલાવી શકો છો. તેમાં સરકાર દ્વારા નક્કી કરેલું વ્યાજ મળે છે અને EEE કેટેગરી હેઠળ રોકાણ, વ્યાજ તથા મેચ્યોરિટી રકમ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે. જો તમે તેમાં દર વર્ષે મહત્તમ ₹1.5 લાખ એટલે કે દર મહિને ₹12,500 જમા કરો છો, તો 15 વર્ષની મેચ્યોરિટી પર તમને લગભગ ₹40.6 લાખની ગેરંટીડ રકમ મળશે.

4 / 6
5. SBI Amrit Vrishti Fixed Deposit: જો તમે શેરબજારમાં જોખમ લેવા નથી માંગતા અને ઓછા સમયમાં નક્કી રિટર્ન સાથે ફંડ વધારવા માંગો છો, તો SBI ની આ વિશેષ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ ખૂબ લોકપ્રિય છે. તેનો સમયગાળો 444 દિવસનો હોય છે. સામાન્ય નાગરિકોને 7.25% અને વરિષ્ઠ નાગરિકોને 7.75% સુધીનો આકર્ષક વ્યાજ દર મળે છે. એકસાથે જમા રકમને 1-2 વર્ષમાં સુરક્ષિત રીતે વધારવા માટે આ એક સારો વિકલ્પ છે.

5 / 6
રોકાણની શરૂઆત જેટલી વહેલી કરશો, કમ્પાઉન્ડિંગના વ્યાજથી તમારી નાની બચત પણ ભવિષ્યમાં ખૂબ મોટી બની જશે. આ સિવાય જેમ જેમ તમારો પગાર કે આવક વધે, તેમ તેમ દર વર્ષે તમારી SIP ની રકમમાં 5% થી 10% નો વધારો કરતા રહો. શેરબજારના ટૂંકાગાળાના ઉતાર-ચઢાવથી ડરીને રોકાણ બંધ ન કરો. ઓછામાં ઓછો 10 થી 15 વર્ષનો લાંબાગાળાનો લક્ષ્યાંક રાખીને આગળ વધો.

6 / 6
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

₹2 લાખનું લંપસમ રોકાણ કરવું સારું કે દર મહિને ₹2,000 ની SIP? ક્યાં મળશે સૌથી વધારે રિટર્ન?

Follow Us
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?

નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ

વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ

દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં

મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી

જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો

મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ

મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'

સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા

આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ

g clip-path="url(#clip0_868_265)">