AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગિરનાર પરિક્રમામાં કપરા ચઢાણ અને ભારે ભીડથી યાત્રિકોની તબિયત લથડી, SDRF બની સહારો,જુઓ Video

Breaking News : ગિરનાર પરિક્રમામાં કપરા ચઢાણ અને ભારે ભીડથી યાત્રિકોની તબિયત લથડી, SDRF બની સહારો,જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2026 | 11:28 AM
Share

જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન કપરા ચઢાણ અને ભારે ભીડને કારણે કેટલાક યાત્રિકોની તબિયત લથડવાની ઘટનાઓ સામે આવી છે. કોઈને ગભરામણ તો કોઈને હૃદય સંબંધિત તકલીફ થતાં બેભાન થવાની સ્થિતિ સર્જાઈ હતી. આવી મુશ્કેલ ઘડીએ SDRFની ટીમ તાત્કાલિક મદદે દોડી આવી હતી અને અસ્વસ્થ યાત્રિકોને સારવાર માટે આરોગ્ય કેન્દ્રો સુધી પહોંચાડ્યા હતા.

જૂનાગઢમાં ગિરનાર લીલી પરિક્રમાં અત્યારે લાખો લોકો પરિક્રમા માટે આવે છે. ત્યારે પરિક્રમાં દરમિયાના ભક્તોની સુરક્ષા માટે SDRF ની ટીમ સતત ખડેપગે રહી છે. હજારો શ્રદ્ધાળુઓ આસ્થાભેર પરિક્રમા કરી રહ્યા છે, ત્યારે ગિરનારના કઠિન રસ્તા પર યાત્રિકોની સુરક્ષા જાળવવી મોટો પડકાર બની રહી છે. ખાસ કરીને નળ પાણી અને માળવેલાના ચઢાણ દરમિયાન યાત્રિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

તબિયત લથડેલા યાત્રિકોની મદદે પહોંચી SDRFની ટીમની 

ઉલ્લેખનીય છે કે બપોરના સમયે ભારે ભીડ અને ગરમી અને કપરા ચઢાણના કારણે કેટલાક યાત્રિકોની તબિયત લથડવાની ઘટના બની હતી. કેટલાક શ્રદ્ધાળુઓને ગભરામણ, હૃદય સંબંધિત તકલીફો થવા ઉપરાંત બેભાન થવાની સમસ્યા પણ સર્જાઈ હતી. આ ઘટનાની જાણ SDRFના જવાનોને થતા તાત્કાલિક ધોરણે મદદે દોડી આવ્યા હતા. જો કે જે પણ યાત્રિકોની તબિયત લથડી હતી તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહે તે માટે આરોગ્ય કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

કપરા ચઢાણ પર યાત્રિકોની સુરક્ષાની જવાબદારી

ગિરનાર લીલી પરિક્રમાંના મુશ્કેલ રસ્તાઓ અને ભીડ વચ્ચે પણ બચાવ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે. એક તરફ ભક્તો શ્રદ્ધા અને આસ્થા સાથે ગિરનારની પરિક્રમા કરી રહ્યા છે, તો બીજી તરફ SDRFના જવાનો સેવા અને સમર્પણની ભાવના સાથે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. કપરા માર્ગો પર યાત્રિકો માટે તેમની કામગીરી ખરેખર પ્રશંસનીય બની રહી છે.

આ પણ વાંચો : Breaking News : ભુજ-ખાવડા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, અઢી મહિનાની બાળકી સહિત એક જ પરિવારના 7 લોકોના મોત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">