AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

₹2 લાખનું લંપસમ રોકાણ કરવું સારું કે દર મહિને ₹2,000 ની SIP? ક્યાં મળશે સૌથી વધારે રિટર્ન?

બાળકના સારા ભવિષ્ય અને અભ્યાસ માટે સમયસર રોકાણ કરવું ખૂબ જ જરૂરી છે. એવામાં ઘણીવાર માતા-પિતા મૂંઝવણમાં હોય છે કે, એકસાથે ₹2 લાખનું રોકાણ કરવું વધુ ફાયદાકારક રહેશે કે દર મહિને ₹2,000 ની SIP શરૂ કરવી? એવામાં 15 થી 25 વર્ષની ચોક્કસ ગણતરી સાથે સમજીએ કે, કયો વિકલ્પ તમારા માટે સૌથી વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે?

| Updated on: Aug 08, 2026 | 12:36 PM
Share
બાળક જ્યારે નાનું હોય છે, ત્યારે તેના અભ્યાસ, કોલેજ કે કરિયરની ચિંતા દૂરની વાત લાગે છે પરંતુ સમય ખૂબ ઝડપથી વિતી જાય છે. આજે જે બાળક ખોળામાં છે, તે જ 15-20 વર્ષ પછી એન્જિનિયરિંગ, મેડિકલ, MBA કે વિદેશમાં અભ્યાસનું સપનું જોઈ શકે છે. આવી સ્થિતિમાં જો તમે સમયસર રોકાણ શરૂ નહીં કરો, તો એકસાથે મોટી રકમ ભેગી કરવી સરળ નહીં રહે. બસ અહીંથી જ એક પ્રશ્ન શરૂ થાય છે. જો તમારી પાસે આજે ₹2 લાખ છે, તો શું તેને એકસાથે રોકાણ કરી દેવા જોઈએ કે દર મહિને ₹2,000 ની SIP શરૂ કરવી વધુ સમજદારીભર્યું રહેશે?

1 / 7
SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં તમે દર મહિને એક નક્કી કરેલી રકમ રોકો છો. આનાથી રોકાણની ટેવ પડે છે અને બજારના ઉતાર-ચઢાવની અસર પણ અમુક અંશે સંતુલિત થઈ જાય છે. બીજીબાજુ લંપસમમાં પૂરી રકમ એકસાથે રોકવામાં આવે છે. જો રોકાણ લાંબાગાળાનું હોય, તો આખી રકમ પ્રથમ દિવસથી જ કમ્પાઉન્ડિંગનો લાભ મેળવવા લાગે છે.

2 / 7
હવે માની લો કે, તમારું બાળક અત્યારે નાનું છે અને તમે તેના ભવિષ્ય માટે રોકાણ શરૂ કરવા માંગો છો. આ માટે તમારી પાસે બે વિકલ્પ છે. એક તો દર મહિને ₹2,000 ની SIP કરો અથવા તો ₹2 લાખનું લંપસમ રોકાણ કરી દો. હવે માની લઈએ કે, બંને રોકાણ પર સરેરાશ વાર્ષિક 12% રિટર્ન મળે છે.

3 / 7
15, 20 અને 25 વર્ષમાં રોકાણના હિસાબે, ₹2,000 ની SIP નો અંદાજિત ફંડ અનુક્રમે ₹10.09 લાખ, ₹19.98 લાખ અને ₹37.95 લાખ બને છે, જેમાં તમારું કુલ SIP રોકાણ અનુક્રમે ₹3.60 લાખ, ₹4.80 લાખ અને ₹6.00 લાખ રહેશે. હવે ₹2 લાખના લંપસમ રોકાણની વાત કરીએ તો 15, 20 અને 25 વર્ષમાં તે વધીને અનુક્રમે ₹10.95 લાખ, ₹19.29 લાખ અને ₹34.00 લાખ થઈ જાય છે, જેમાં લંપસમમાં અંદાજિત નફો અનુક્રમે ₹8.95 લાખ, ₹17.29 લાખ અને ₹32.00 લાખ રહે છે. જણાવી દઈએ કે, આ કેલ્ક્યુલેશન વાર્ષિક 12% અંદાજિત રિટર્ન પર આધારિત છે. મ્યુચ્યુઅલ ફંડ બજારના જોખમોને આધીન છે. તેથી વાસ્તવિક રિટર્ન આનાથી ઓછું કે વધુ હોઈ શકે છે.

4 / 7
15 વર્ષમાં ₹2 લાખનું લંપસમ એ ₹2,000 ની SIP કરતાં થોડું ઘણું આગળ દેખાય છે પરંતુ જેમ-જેમ સમય વધતો જાય છે, તેમ-તેમ SIP નો ફંડ મોટો થતો જાય છે. આનું કારણ એ નથી કે, SIP નું રિટર્ન વધારે છે. આવું એટલા માટે કારણ કે, SIP માં દર મહિને નવું ફંડ ઉમેરાતું રહે છે. ઉદાહરણ તરીકે, 25 વર્ષમાં SIP દ્વારા તમે કુલ ₹6 લાખનું રોકાણ કર્યું છે, જ્યારે લંપસમમાં માત્ર ₹2 લાખ જ રોક્યા છે. તેથી બંનેની સરખામણી કરતી વખતે ફક્ત આખરી રકમ જ નહીં પરંતુ કુલ રોકાણને પણ ધ્યાનમાં રાખવું જોઈએ.

5 / 7
હવે માની લો કે, તમને બોનસ મળ્યું છે, કોઈ જમીન વેચાઈ છે અથવા FD મેચ્યોર થઈ છે. જો આ પૈસાની આગામી 20-25 વર્ષ સુધી જરૂર નથી, તો તેને બેંક ખાતામાં પડી રહેવા દેવા કરતાં વધુ સારું છે કે, લાંબાગાળા માટે રોકાણ કરી દેવામાં આવે. આનાથી ફંડ પ્રથમ દિવસથી જ તમારા માટે કામ કરવાનું શરૂ કરી દેશે. દરેક પરિવાર પાસે એકસાથે ₹2 લાખ હોતા નથી પરંતુ દર મહિને ₹2,000 કાઢવા ઘણા લોકો માટે શક્ય હોય છે. આવી સ્થિતિમાં SIP એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આનાથી ઘરનું બજેટ પણ ખોરવાતું નથી અને ધીમે-ધીમે એક મોટું ફંડ તૈયાર થઈ જાય છે. માની લો કે, તમારી પાસે ₹2 લાખ પણ છે અને દર મહિને ₹2,000 બચાવવાની ક્ષમતા પણ છે. આવી સ્થિતિમાં તમે બંને વિકલ્પનો લાભ ઉઠાવી શકો છો.

6 / 7
અવારનવાર લોકો સાચો મ્યુચ્યુઅલ ફંડ શોધવામાં મહિનાઓ વિતાવી દે છે પરંતુ રોકાણ શરૂ કરતા નથી. હવે સત્ય એ છે કે, સારા ફંડ કરતાં પણ વધુ તાકાત 'સમય'માં હોય છે. જો બાળક અત્યારે 3 વર્ષનું છે અને તમે આજે જ રોકાણ શરૂ કરી દો છો, તો તમારી પાસે 15 થી 20 વર્ષનો સમય છે. આ જ સમય નાની-નાની રકમને મોટા ફંડમાં ફેરવી દે છે. જો આજે તમે વિચારી રહ્યા છો કે, આવતા વર્ષથી શરૂઆત કરીશું, તો કદાચ એ જ તમારી સૌથી મોટી ભૂલ હશે. શરૂઆત ભલે દર મહિને ₹2,000 થી કરો કે એકસાથે ₹2 લાખ લગાવીને કરો. સૌથી મહત્વની વાત એ છે કે, શરૂઆત જેટલી વહેલી થશે, બાળકનું ભવિષ્ય એટલું જ સરળ બની શકે છે.

7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શું ₹5,000 ની SIP થી ખરેખર બની શકાય છે કરોડપતિ? જુઓ 10, 20 અને 30 વર્ષમાં કેટલી વધશે તમારી સંપત્તિ!

Follow Us
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી

જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?

નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ

વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ

દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં

મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી

જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો

મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ

મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'

સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા

g clip-path="url(#clip0_868_265)">