Rules Changes from Today : આજથી બદલાયા આ નિયમો, વહેલી તકે જાણીલો ફેરફાર નહીંતર મુશ્કેલીમાં મુકાઈ જશો
Rules Changes from Today : માર્ચ 2023 આ નાણાકીય વર્ષ (FY-22)નો છેલ્લો મહિનો છે. આ કારણે આ મહિનામાં નાણાકીય બાબતો અને પૈસા સંબંધિત ફેરફારો થઈ શકે છે જે તમારા ખિસ્સાને સીધી અસર કરી શકે છે

આજથી નવો મહિનો શરૂ થઈ રહ્યો છે અને તે સાથે ફેરફારો પણ લાગુ થઇ રહ્યા છે. માર્ચ 2023 આ નાણાકીય વર્ષ (FY-22)નો છેલ્લો મહિનો છે. આ કારણે આ મહિનામાં નાણાકીય બાબતો અને પૈસા સંબંધિત ફેરફારો થઈ શકે છે જે તમારા ખિસ્સાને સીધી અસર કરી શકે છે

સરકારે Grievance Appellate System શરૂ કરી છે જે સોશિયલ મીડિયા પર મળતી તમામ ફરિયાદોનું નિરાકરણ લાવશે. આ પોર્ટલ દ્વારા સોશિયલ મીડિયા સાઇટ્સ પર મળેલી ફરિયાદોનું ટૂંક સમયમાં નિરાકરણ કરવામાં આવશે.

ગયા વર્ષેInternational English Language Testing System - IELTS એ વન સ્કિલ રિટેકની જાહેરાત કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે માર્ચ 2023 થી વિદ્યાર્થીઓ IELTS પરીક્ષામાં અલગ મોડ્યુલ ટેસ્ટ આપી શકશે.

RBI એ ફેબ્રુઆરીમાં રેપો રેટમાં વધારો કર્યો હતો ત્યારબાદ ઘણી બેંકોએ તેમના MCLR દરમાં વધારો કરી દીધો છે જેના કારણે બેંકો પાસેથી લોન લેવી મોંઘી થઈ ગઈ છે.

એલપીજી સિલિન્ડર તેમજ સીએનજી અને પીએનજીના ભાવમાં દર મહિનાની પહેલી તારીખે સુધારો કરવામાં આવે છે. ફેબ્રુઆરીમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. જોકે કે આ વખતે ભાવ વધ્યા છે

ભારતીય રેલવે ટ્રેનના ટાઈમ ટેબલમાં ફેરફાર થઇ રહ્યા છે.નવી યાદી માર્ચમાં જાહેર થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 1 માર્ચથી હજારો પેસેન્જર ટ્રેનો અને 5,000 ગુડ્સ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવી શકે છે.