શું તમે વારંવાર WiFiનો પાસવર્ડ ભૂલી જાઓ છો? આ રીતે શોધો પાસવર્ડ
જો તમે પણ તમારો WiFi પાસવર્ડ વારંવાર ભૂલી જાઓ છો, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી થશે. અહીં અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે ભૂલી ગયેલા પાસવર્ડને ફરી મેળવી શકો છો અને તમારા ફોનને WiFi સાથે કનેક્ટ કરી શકો છો.

કોઈપણ વસ્તુ પર પાસવર્ડ મૂકવામાં આવે છે જેથી કરીને તેને અન્ય લોકોથી સુરક્ષિત કરી શકાય અને કોઈ તેનો દુરુપયોગ ન કરી શકે. પરંતુ જો તમે તમારો પોતાનો WiFi પાસવર્ડ ભૂલી જાઓ તો શું કરવું ?

આ માટે સૌથી પહેલા તમારા ફોનના સેટિંગમાં WiFi અને નેટવર્ક ઓપ્શન પર ક્લિક કરો.કનેક્ટેડ હોય તેવા WiFi અથવા તમારા સેવ કરેલ નેટવર્કના lock અથવા I આઇકોનના વિકલ્પ પર ક્લિક કરો.હવે અહીં શેર પાસવર્ડ પર ક્લિક કરો.સ્ક્રીનને અનલૉક કરવા માટે તમારે તમારો ફોન અનલૉક પિન અથવા ફિંગરપ્રિન્ટ દાખલ કરવાની જરૂર પડી શકે છે.

આગળના પેજમાં QR કોડ અને Wi-Fi પાસવર્ડ લખવામાં આવશે.હવે તમે પાસવર્ડનો ઉપયોગ કરીને અથવા QR કોડ સ્કેન કરીને અન્ય ઉપકરણ સાથે કનેક્ટ કરી શકશો. iPhone માં WiFi પાસવર્ડ

જો તમે આઈફોન યુઝર છો, તો એપલની પ્રાઈવસી પોલિસીના કારણે આઈફોનમાં વાઈફાઈ પાસવર્ડ સેટ કરવો થોડો મુશ્કેલ છે. આ માટે તમારે ફક્ત એક macOS PC ની જરૂર છે. આ રીતે જાણી શકશો iPhoneમાં WiFi પાસવર્ડ - આ માટે તમારા iPhoneમાં Settings ઓપ્શન ઓપન કરો.આ પછી, iCloud વિકલ્પ પર જાઓ અને શેરિંગ વિકલ્પ પર ક્લિક કરો.હવે સેટિંગ્સ પર પાછા જાઓ અને તમારું વ્યક્તિગત હોટસ્પોટ ચાલુ કરો.

તમારા Mac ને તમારા વ્યક્તિગત હોટસ્પોટ સાથે કનેક્ટ કરો.સ્પોટલાઇટ સર્ચ (CMD+Space) ખોલો અને કીચેન એક્સેસ ટાઇપ કરો.હવે વાઇફાઇ નેટવર્ક શોધો જેનો પાસવર્ડ તમે શોધવા માંગો છો.નેટવર્ક વિગતો સાથે એક પોપ-અપ વિન્ડો ખુલશે. આ પછી પાસવર્ડ શોના વિકલ્પ પર ક્લિક કરો. હવે અહીં માહિતી ઉમેરો, આ પછી તમારા Mac WiFi નેટવર્કનો પાસવર્ડ બતાવવામાં આવશે.