Dahi Tikhari Recipe : કાઠીયાવાડી સ્ટાઈલમાં ઘરે બનાવો દહીં તીખારી, શાકની જરુર નહીં પડે
દરેક ઋતુમાં દહીંનું સેવન કરવાથી ફાયદો થાય છે. ત્યારે ઘણા લોકો દહીંની અલગ- અલગ વાનગીઓ બનાવતા હોય છે. તો આજે દહીં તીખારી બનાવવાની રેસિપી જણાવીશું.

જો થાળીમાં દહીં કે રાયતા હોય તો ભોજનનો સ્વાદ બમણો થઈ જાય છે. ઘણા લોકો તેને તેમના લંચ કે ડિનર પ્લેટમાં સામેલ કરવાનું પસંદ કરે છે. જો તમે પણ તેમાંથી એક છો તો એકવાર રાજસ્થાની દહીં તીખારી ચોક્કસ બનાવો. તમને તેનો અદ્ભુત સ્વાદ ચોક્કસ ગમશે.

દહીં તીખારી બનાવવા માટે દહીં, તેલ, જીરું, ધાણા, સુકૂ લાલ મરચું, ડુંગળી, લીલા મરચા, કાશ્મીરી લાલ મરચું, લીલા ધાણા સહિતની વસ્તુની જરુર પડશે.

દહીં તીખારી ઘરે બનાવવું ખૂબ જ સરળ છે. દહીં તીખારી બનાવવા માટે સૌથી પહેલા એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.

તેમાં જીરું, હિંગ, અજમા, ધાણાજીરું, સમારેલા લીલા મરચાં ઉમેરો 1 મિનિટ થવા દો. ત્યારબાદ તેમાં ઝીણી કાપેલી ડુંગળી, સૂકા લાલ મરચાં ઉમેરી સાંતળી લો.

હવે આ દહીં પર લીલા ધાણાથી ગાર્નિશ કરી પીરસી શકો છો. આ દહીં તીખારી બાળકોથી લઈને વૃદ્ધો તમામને પસંદ આવશે.

તમે દહીં તીખારી ને ભાત, ખીચડી, રોટલી, પરોઠા સહિતની અનેક વાનગીઓ સાથે પીરસી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
