ગોલ્ડ બોન્ડ સ્કીમથી થશે ધનવર્ષા ! RBIની નવી જાહેરાતથી રોકાણકારોમાં ખુશીનો માહોલ, શું આની અસર સોનાના ભાવ પર પડશે ?
ભારતમાં સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે. આ પાછળના મુખ્ય કારણોમાં અમેરિકા અને ચીન વચ્ચે વેપાર સંબંધોમાં સુધારો થવાની અપેક્ષાઓ, ફેડરલ રિઝર્વના વ્યાજ દરો પરના નિર્ણય, નફાની બુકિંગ અને ડોલરની મજબૂતાઈ હોઈ શકે છે. જો કે, આ બધા વચ્ચે RBIની નવી જાહેરાતથી રોકાણકારોમાં ખુશીનો માહોલ છવાયો છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સોવરિન ગોલ્ડ બોન્ડ 2020-21 સિરીઝ I માટે રિડેમ્પશન કિંમત જાહેર કરી છે. રોકાણકારોને હવે પ્રતિ ગ્રામ ₹12,198 નું વળતર મળશે, જે ₹4,589 ની શરૂઆતની કિંમતથી 166% વધારે છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સોવરિન ગોલ્ડ બોન્ડ 2020-21 સિરીઝ I માટે રિડેમ્પશન કિંમત જાહેર કરી છે. આ બોન્ડ 28 ઓક્ટોબર, 2020 ના રોજ લોન્ચ (Launch) કરવામાં આવ્યો હતો અને રોકાણકારો હવે 28 ઓક્ટોબર, 2025 થી તેને (ગોલ્ડ સ્કીમ) રિડીમ કરી શકશે, તેવી માહિતી બહાર આવી છે.

RBI ના સત્તાવાર નિવેદન અનુસાર, આ બોન્ડ માટે રિડેમ્પશન કિંમત ₹12,198 પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. આ કિંમત ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા 23, 24 અને 27 ઓક્ટોબર, 2025 ના રોજ જાહેર કરાયેલ 999 શુદ્ધતા ધરાવતા સોનાના સરેરાશ બંધ ભાવના આધારે નક્કી કરવામાં આવી છે.

જોવા જઈએ તો, જ્યારે આ શ્રેણી શરૂ કરવામાં આવી હતી, ત્યારે ઓનલાઈન રોકાણકારોએ પ્રતિ ગ્રામ ₹4,589 ના ભાવે અને ઓફલાઈન રોકાણકારોએ પ્રતિ ગ્રામ ₹4,639 ના ભાવે બોન્ડ ખરીદ્યા હતા. હવે RBI દ્વારા જાહેર કરાયેલ રિડેમ્પશન ભાવના આધારે ઓનલાઈન રોકાણકારોને લગભગ 166% નું મજબૂત રિટર્ન મળી રહ્યું છે. આનો અર્થ એ થયો કે, રોકાણ કરેલ સમયગાળા દરમિયાન મળેલા વાર્ષિક વ્યાજને બાદ કરતાં રોકાણકારોને પ્રતિ ગ્રામ ₹7,609 નો સીધો ફાયદો થયો છે.

RBI એ સ્પષ્ટતા કરી છે કે, સોવરિન ગોલ્ડ બોન્ડનું રિડેમ્પશન ફક્ત 5 વર્ષ પછી અને વ્યાજ ચુકવણીની તારીખે જ શક્ય છે. આ બોન્ડ્સની કુલ મુદત 8 વર્ષની છે પરંતુ રોકાણકારો જો ઈચ્છે તો 5 વર્ષ પછી આમાંથી બહાર નીકળી શકે છે.

સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના નવેમ્બર 2015 માં શરૂ કરવામાં આવી હતી, જેથી લોકોને ફિઝિકલ ગોલ્ડને બદલે નાણાકીય સોનામાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે. આમાં રોકાણકારોને વાર્ષિક 2.5% વ્યાજ મળે છે અને સોનાના ભાવ વધે ત્યારે કેપિટલ ગેઈન પણ થાય છે.

RBI જણાવે છે કે, બોન્ડના રિડેમ્પશન પર કોઈ કેપિટલ ગેઈન ટેક્સ લાગુ પડતો નથી. જો કે, તેના પર મળતું વ્યાજ કરપાત્ર છે. એક્સચેન્જમાં બોન્ડ ટ્રાન્સફર કરનારાઓને ઇન્ડેક્સેશનનો લાભ પણ આપવામાં આવે છે. આ પરથી કહી શકાય કે, સોવરિન ગોલ્ડ બોન્ડ માત્ર એક સુરક્ષિત રોકાણ જ નથી પરંતુ લાંબાગાળે દમદાર નફો આપનાર વિકલ્પ પણ છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
