કરોડોના ખર્ચે બનેલા રામ મંદિર પહેલા રામલલ્લા ક્યાં બિરાજમાન હતા, જાણો
અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. જાણો કરોડોના ખર્ચે બનેલા આ મંદિર પહેલા રામલલ્લા પહેલા ક્યાં બિરાજમાન હતા.


તમને જણાવી દઈએ કે ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. કહેવાય છે કે બાબરી મસ્જિદ ભગવાન રામના જન્મસ્થળ પર બનાવવામાં આવી હતી.અયોધ્યાના રામમંદિર વિવાદે મોટો વળાંક ત્યારે લીધો જ્યારે 6 ડિસેમ્બર, 1992ના રોજ લાખો કાર સેવકોના ટોળાએ બાબરી મસ્જિદના વિવાદિત ઢાંચાને તોડી પાડ્યો હતો.

5 ઓગસ્ટ 2020 રામ મંદિરનું ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. પીએમ નરેન્દ્ર મોદી, આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને ઋષિ-મુનિઓ સહિત 175 લોકોને આમંત્રણ મળ્યું હતુ. અયોધ્યા પહોંચ્યા બાદ પીએમ મોદીએ સૌથી પહેલા હનુમાનગઢીની મુલાકાત લીધી હતી. રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

રામલલ્લા આ મંદિરમાં 22 જાન્યુઆરીએ બિરાજશે રહેશે, જેની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે તમને જણાવી દઈએ કે, 1992 થીરામલલ્લા કપડાંના તંબુમાં બિરાજમાન હતા.

મંદિરમાં 500, 250 અને 100 કિલો વજનની 10 નાની ઘંટડીઓ પણ સ્થાપિત કરવામાં આવશે,રાજપથ પર 2021 પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન, ઉત્તર પ્રદેશના ટેબ્લોમાં રામ મંદિરની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી હતી.
