Rajkot: બાલભવનમાં 51મા દુર્ગા મહોત્સવની ઉજવણી, બંગાળી એસોસિએશન આયોજન- જુઓ Photos
Rajkot: રાજકોટમાં બંગાળી એસોસિએશન અને પરિવારો દ્વારા દર વર્ષે દુર્ગા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે બાલભવનમાં અનભેરામ ઓપન એર થિયેટરમાં 51મા દુર્ગા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ મહોત્સવ માટે 15 દિવસ અગાઉથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. આ વર્ષે મા દુર્ગાને હાથીની અંબાડી પર બિરાજમાન કરીને પિયર લવાઈ રહ્યા છે. દેવીપૂજાના સાત પ્રકારના કલ્પ હોય છે તે પૈકી પહેલા કલ્પની શુક્રવારે પૂજા કરવામાં આવી હતી.

રાજકોટમાં બંગાળી એસોસિએશન અને પરિવાર દ્વારા દુર્ગા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. બાલભવન અનભેરામ ઓપન એર થિયેટર ખાતે 51મો દુર્ગા મહોત્સવ ઉજવણી કરવામાં આવી રહી છે. પંદર દિવસ પહેલાથી આખા એ ભારતમાં મા દુર્ગાના આગમન ની તૈયારીઓ કરવામાં આવતી હોય છે.

મા દુર્ગા આ વખતે હાથીની અંબાડી ઉપર સવાર થઈને પિયર આવી રહ્યા છે. જે લોકવાયકા મુજબ સુખ સમૃદ્ધિ સાથે લાવી રહ્યા છે આ પ્રસંગે દેવીપુજાના સાત પ્રકારના ખાસ કલ્પ હોય છે તે પૈકી પહેલા કલ્પના તારીખ 20-10-2023 ના રોજ પૂજા કરવામાં આવી. આર્ગ નક્ષત્રમાં આ બોધન એટલે ઉદબોધન દેવી દુર્ગા આગમનની પૂજા અર્ચના કરવામાં આવે છે. આખા ભારત વર્ષમાં આ દુર્ગા મહોત્સો ખૂબ જ ધાર્મિક વિધિવત પૂજા અને ભક્તિ થી ઉજવામાં આવે છે

આ ઉત્સવ દરમિયાન સવાર સાંજ પૂજા અર્ચના અંજલિ અને સંધ્યા આરતી દ્વારા સમગ્ર માહોલને ભક્તિમય બની જાય છે. બંગાળની સંસ્કૃતિ રાજકોટ અને આખા ગુજરાતભરમાં ઊભરી આવી હોય તેવો ભક્તિમય માહોલ જોવા મળે છે. આ મહોત્સવ નિમિત્તે રાજકોટમાં દર વર્ષની માફક આ વર્ષે પણ બંગાળી એસોસિયેશન પરિવાર દ્વારા દુર્ગા મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે.

રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વર આનંદજી મહારાજના હસ્તે 7:30 કલાકે આ મહોત્સવને ખુલ્લો મુકાયો હતો. મા દુર્ગાની સ્તુતિ અને ધાર્મિક પ્રવચનનું આયોજન થયું સાથે મા દુર્ગાના આગમનની વધામણી કરવામાં આવી હતી.

મા દુર્ગાની વિશાળ પ્રતિમા તૈયાર કરવા માટે કલકત્તાથી ખાસ કારીગરો રાજકોટ આવ્યા હોય છે. આ ઉત્સવ દરમિયાન બંગાળી પરિવાર દ્વારા 21 થી 23 ઓક્ટોબર દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયુ છે. દશેરાના દિવસે દુર્ગાની મૂર્તિનું વિસર્જન બપોરના ત્રણ કલાકે કરવામાં આવશે. આ આયોજન ને સફળ બનાવવા માટે બંગાલી એસોસિયન રાજકોટના હોદ્દેદાર પ્રમુખ ડૉક્ટર સુસ્મિતા ગાંગુલી સેક્રેટરી સોમનાથ પાલ વગેરે જહેમત લીધી છે.