રાજસ્થાનના નવા નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીની કેવી રહી રાજકીય સફર, જુઓ ફોટો
જયપુરના વિદ્યાધર બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર દિયા કુમારી રાજસ્થાનમાં આગામી મુખ્યમંત્રી પદના વસુંધરા રાજે સહિતના ત્રણ દાવેદારોમાંથી એક છે. હાલ દિયા કુમારી ભાજપના રાજસ્થાનના રાજસમંદથી સાંસદ છે. દિયા કુમારીએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ભાજપ સાથે કરી હતી.

જયપુરના વિદ્યાધર બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર દિયા કુમારી રાજસ્થાનમાં આગામી મુખ્યમંત્રી પદના વસુંધરા રાજે સહિતના ત્રણ દાવેદારોમાંથી એક છે. હાલ દિયા કુમારી ભાજપના રાજસ્થાનના રાજસમંદથી સાંસદ છે.

દિયા કુમારીએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ભાજપ સાથે કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે વર્ષ 2013 દિયા કુમારીએ ભાજપના સભ્ય બન્યા હતા.

વર્ષ 2013 માં તેમને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમને સવાઈ માધોપુરથી ઉમેદવાર બનાવ્યા હતા. આ ચૂંટણીમાં દિયા કુમારીની જીત થઈ હતી.

ત્યારબાદ વર્ષ 2019માં ભાજપે તેમને રાજસમંદ બેઠક પરથી લોકસભાની ટિકિટ આપી હતી. લોકસભાની આ ચૂંટણીમાં પણ દિયા કુમારીની શાનદાર જીત થઈ હતી અને તેઓ સાંસદ બન્યા હતા.

દિયા કુમારી રાજસ્થાન ભાજપમાં મહિલા મોરચાના પ્રદેશ પ્રભારી છે. રાજકારણ ઉપરાંત તેઓ પોતાની NGO પણ ચલાવે છે. આ સાથે તેઓ સ્કૂલ અને હોટલ બિઝનેસમાં પણ રસ ધરાવે છે.
