Plant In Pot : ઘરમાં સરળતાથી ઉગાડો રજનીગંધાનો છોડ, ઘરે ફેલાઈ જશે સુગંધ, જુઓ તસવીરો
વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ઘણા એવા છોડ ઉગાડી શકીએ. આજે અમે તમને જણાવીશું કે ઘરે કેવી રીતે સરળતાથી રજનીગંધાનો છોડ ઉગાડી શકાય.

રજનીગંધાના ફૂલ ખૂબ જ સુગંધીત હોય છે. આ છોડને ઘરે ઉગાડવાથી ઘરનું વાતાવરણ ખુશનુમા થઈ જાય છે. તો ઘરે કેવી રીતે સરળતાથી રજનીગંધાનો છોડ ઉગાડી શકાય તે જોઈશું.

ઘરે કૂંડામાં રજનીગંધાનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા એક મધ્યમ કદનું કૂંડુ લો. તેમાં છિદ્ર હોવુ ખૂબ જ જરુરી છે. કૂંડામાં સારી ગુણવત્તાની માટી અને રેતીને મિક્સ કરીને ભરો.

ત્યારબાદ માટીમાં છાણિયુ ખાતર નાખી બરાબર મિક્સ કરીને માટીને ભીની કરો. હવે 3-4 ઈંચ ઉંડાઈએ રજનીગંધાનો છોડ રોપી તેના પર માટી નાખીને પાણી નાખો.

રજનીગંધાનો છોડને એવી જગ્યાએ રાખો. જ્યાં છોડને 4 થી 5 કલાક સૂર્ય પ્રકાશ મળે. આ ઉપરાંત છોડને અઠવાડિયામાં 3 વખત પાણી આપો. તેમજ છોડમાં પોટેશિયમ યુક્ત ખાતરને મહિનામાં એક વખત નાખો.

રજનીગંધાના છોડ પર આશરે 4 મહિના પછી ફૂલ ઉગવા લાગશે. તેમજ ઘરના વાતાવરણને સુગંધિત કરશે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )
