Plant In Pot : સ્વાદિષ્ટ પાણી પુરી, કડક ચા બનાવવા આજે ઘરે કૂંડામાં ઉગાડો ફુદીનાનો છોડ, જુઓ તસવીરો

ચોમાસાની ઋતુમાં ફુદીનાવાળી ચા પીવાનું દરેક વ્યક્તિને ગમે છે. ઘણીવાર આપણે બજારમાંથી ફુદીના લાવીએ છીએ ત્યારે કેટલીક વખત બગડી જાય છે. ત્યારે સારા અને તાજો ફુદીનો મેળવવા માટે તમે પણ ઘરે જ ઉગાડી શકો છો.

| Updated on: Jul 21, 2024 | 10:12 AM
ફુદીનાનો છોડ ખૂબ જ ઝડપથી વધે છે. જેથી ફુદીનો ઉગાડવા માટે આશરે 6-8 ઇંચ પહોળું કૂંડુ લો. તેમજ કૂંડામાં પાણીના નિકાલ માટે છિદ્ર હોય તેનું ખાસ ધ્યાન રાખવુ.

1 / 5
ત્યારબાદ સારી ગુણવત્તાની માટી લો. તેમાં નાળિયેરની ભૂકી અને વર્મી કમ્પોસ્ટ ભેળવીને લો, હવે આ માટીને કૂંડામાં ભરો. આ ઉપરાંત તમે તેમાં છાણિયુ ખાતર પણ ઉમેરી શકો છો.

2 / 5
જો ફુદીનાના છોડને કટીંગ મારફતે રોપવો હોય તો નર્સરીમાંથી છોડ ખરીદી શકો છો. તેમજ બીજ દ્વારા પણ ઉગાડી શકો છો. હવે આ છોડને કૂંડામાં 2 -3 ઈંચ ઉંડાઈએ રોપો. ત્યારબાદ ફરી તેના પર માટી નાખી દો.

3 / 5
ફુદીનાના છોડને લીલો રાખવા માટે વધારે પાણીની જરૂર પડતી નથી. જો માટી સૂકી લાગે તો જ તેમાં પાણી નાખો. જો સહેજ ભેજ દેખાય, તો પાણી ન આપો, નહીં તો તેના મૂળ સડવા લાગે છે અને છોડ મરી શકે છે.

4 / 5
ફુદીનાને વધારે સૂર્યપ્રકાશની જરૂર નથી, દિવસમાં માત્ર 6 થી 8 કલાક સૂર્યપ્રકાશ મળવો જોઈએ.તેથી તેને એવા કૂંડામાં લગાવો જ્યાં તમે સરળતાથી ખસેડી શકો.ફુદીનાનો છોડ થોડા જ દિવસમાં તૈયાર થઈ જશે. ( All Pic - Freepik )

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">