AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભારતીય ખેલાડીઓ હવે ઉંમરની છેતરપિંડી નહીં કરી શકે, BCCI એ ભર્યું મોટું પગલું

ભારતીય ક્રિકેટમાં ઉંમરની છેતરપિંડી રોકવા માટે BCCIએ મોટું પગલું ભર્યું છે. અહેવાલો અનુસાર, બોર્ડે ખેલાડીઓના ઉંમર સંબંધિત દસ્તાવેજોની ચકાસણી માટે એક સ્વતંત્ર એજન્સી સાથે કરાર કર્યો છે. ખોટી ઉંમર સાબિત થશે તો ખેલાડી સામે કડક કાર્યવાહી પણ થઈ શકે છે.

Breaking News: ભારતીય ખેલાડીઓ હવે ઉંમરની છેતરપિંડી નહીં કરી શકે, BCCI એ ભર્યું મોટું પગલું
BCCIImage Credit source: X/BCCI
| Updated on: Jul 30, 2026 | 6:58 PM
Share

ક્રિકેટ સહિત અનેક રમતમાં ઉંમરની છેતરપિંડી એક સામાન્ય ઘટના છે. ઘણા ફેમસ ભારતીય ક્રિકેટરો ઉંમરની છેતરપિંડીમાં ફસાયેલા છે. જેમાં રસિક સલામ, પ્રિન્સ યાદવ, મનજોત કાલરા અને નીતિશ રાણા જેવા ખેલાડીઓ પર પ્રતિબંધ પણ લાગ્યો છે. જોકે, BCCI એ હવે ભારતીય ક્રિકેટમાં ઉંમરની છેતરપિંડી રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. અહેવાલો અનુસાર, BCCI એ ખેલાડીઓના ઉંમર સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવા માટે એક સ્વતંત્ર એજન્સી સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

હવે ઉંમરની છેતરપિંડી નહીં થાય?

એક અહેવાલ મુજબ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એક એવી સિસ્ટમ વિકસાવી રહ્યું છે જે પારદર્શિતા વધારશે અને ખેલાડીઓને તેમની ઉંમર ખોટી રીતે દર્શાવતા અટકાવશે. BCCI એ જે એજન્સી સાથે કરાર કર્યો છે જે શાળાઓ અને અન્ય સંસ્થાઓનો સંપર્ક કર્યા પછી જ ખેલાડીઓના જન્મ પ્રમાણપત્રોને માન્ય કરશે. આમાં આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્રો અને શાળાના રેકોર્ડની તપાસનો સમાવેશ થશે. આ BCCI એજન્સી દસ્તાવેજોને પ્રમાણિત કરવા માટે ઓનલાઈન ચકાસણી પણ કરશે.

ખેલાડી પકડાઈ તો થશે કાર્યવાહી

અહેવાલો અનુસાર, ઉંમરની છેતરપિંડીના દોષિત ઠરેલા ખેલાડી પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેઓ કોઈપણ વય-જૂથ ક્રિકેટમાં કે તેમની રાજ્ય ટીમ માટે રમી શકશે નહીં. જોકે, BCCI ખેલાડી સામે કાર્યવાહી કરતા પહેલા કારણદર્શક નોટિસ જારી કરશે. ખેલાડીને પોતાનો કેસ રજૂ કરવાની સંપૂર્ણ તક આપવામાં આવશે. જો ખેલાડી પોતાની નિર્દોષતા સાબિત કરવામાં અસમર્થ રહે છે, તો કડક કાર્યવાહી નિશ્ચિત છે. BCCI તેના ખેલાડીઓને બાયોમેટ્રિક ચકાસણી કરાવવાની પણ સૂચના આપી રહ્યું છે. આગામી સિઝનમાં ટીમો કે રાજ્ય બદલનારા ખેલાડીઓએ 1 સપ્ટેમ્બર સુધીમાં આ માહિતી આપવાની રહેશે.

BCCI આ પગલું કેમ લઈ રહ્યું છે?

ઉંમરની છેતરપિંડી રોકવાથી સૌથી વધુ ફાયદો એવા ખેલાડીઓને થશે જે પ્રતિભાશાળી છે. ઘણી વખત મોટી ઉંમરના ખેલાડીઓ તેમની ઉંમર ઓછી બતાવી યોગ્ય વયના ખેલાડીઓને સિલેકશનથી વંચિત રાખે છે. ભૂતપૂર્વ કેપ્ટન અને ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે આ મુદ્દો ઉઠાવ્યો છે. રાહુલ દ્રવિડની ભલામણ પછી જ અંડર-19 વર્લ્ડ કપમાં ફક્ત એક જ વાર તક આપવાનો નિયમ પણ લાગુ કરવામાં આવ્યો હતો. જો ખેલાડીની સાચી ઉંમર ખબર હોય, તો તેની ફિટનેસ પર કામ કરી શકાય છે.

CSK છોડીને ઈંગ્લેન્ડનો કોચ બન્યો આ દિગ્ગજ, 5 IPL ટ્રોફી જીતાડનારને મળી મોટી જવાબદારી

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">