ગુરુપૂર્ણિમાના દિવસે આખું ગુજરાત બન્યું ભક્તિમય, મંદિરોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર, જુઓ Video
ગુરુપૂર્ણિમાના પાવન પર્વે સમગ્ર ગુજરાત ભક્તિ અને શ્રદ્ધાના રંગમાં રંગાઈ ગયું છે. વીરપુરના જલારામ બાપાથી લઈને સાળંગપુરના કષ્ટભંજન દેવ અને ડાકોરના રણછોડરાયજી સુધીના મંદિરોમાં વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યા હતા.
ગુરુપૂર્ણિમાના પવિત્ર પર્વે સમગ્ર ગુજરાત ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાના રંગમાં રંગાઈ ગયું છે. રાજ્યના વિવિધ યાત્રાધામો અને મંદિરોમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આ પાવન અવસરે ભક્તો પોતાના ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને આધ્યાત્મિક આશીર્વાદ મેળવવા માટે ઉમટી પડ્યા છે.
વીરપુરમાં સંત શ્રી જલારામ બાપા અને તેમના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની સમાધિના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. અહીં ભાવનાથના વિવિધ આશ્રમોમાં ગુરુપૂજન, ભજન અને મહાપ્રસાદના કાર્યક્રમો ભક્તિમય વાતાવરણમાં યોજાયા હતા.
સાળંગપુરમાં કષ્ટભંજન દેવને સુવર્ણ વાઘા અને દિવ્ય પુષ્પનો શણગાર સજાવાયો હતો. તેમના દિવ્ય દર્શન કરવા માટે મોટી સંખ્યામાં હનુમાન ભક્તો ઉમટ્યા હતા. બીજી તરફ, ડાકોરમાં ભગવાન રણછોડરાયજી અને ઊંઝા ઉમિયાધામમાં માતા ઉમિયાના દર્શન માટે દૂર-દૂરથી ભાવિકો પહોંચ્યા હતા. ગુરુપૂર્ણિમા નિમિત્તે ભક્તોએ દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરી અને આ પર્વને ભક્તિભાવથી ઉજવ્યો.
CM ભૂપેન્દ્ર પટેલનું લુસડિયા ગામમાં સાદગીભર્યું વર્તન..
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે 108ની 16 ટીમ સજ્જ
નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video
લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે
સુરતમાં ગીઝરના ગેસથી ગૂંગળામણ થતા 15 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત! Video

