WTC Points Table: વેસ્ટ ઈન્ડિઝ સામે હારતાં પાકિસ્તાન WTC ફાઈનલની રેસમાંથી બહાર! જાણો ભારત સહિત તમામ ટીમોની સ્થિતિ
વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચમાં 90 રનથી હારતાં પાકિસ્તાનને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27માં મોટો ઝટકો લાગ્યો છે. ટીમની સ્થિતિ હવે અત્યંત નબળી બની ગઈ છે અને લગભગ WTC ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. ચાલો જાણીએ ભારત સહિત અન્ય ટીમોની શું છે સ્થિતિ.

વેસ્ટ ઈન્ડિઝે પાકિસ્તાનને પ્રથમ ટેસ્ટમાં 90 રનથી હરાવ્યું હતું. આ હાર સાથે પાકિસ્તાન પાંચ મેચમાં માત્ર એક જીત અને 6.67 પોઈન્ટ ટકાવારી સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે પહોંચી ગયું છે અને લગભગ WTC ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે.

ભારતની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા નવ મેચમાં ચાર જીત, ચાર હાર અને એક ડ્રો સાથે પાંચમા સ્થાને છે. ભારતની પોઈન્ટ ટકાવારી 48.15 છે અને ટીમની ફાઈનલમાં પહોંચવાની આશા હજુ જીવંત છે.

પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા આઠ મેચમાં સાત જીત સાથે 87.50 PCT સાથે પ્રથમ સ્થાને છે. દક્ષિણ આફ્રિકા 75 PCT સાથે બીજા અને ન્યૂઝીલેન્ડ 72.22 PCT સાથે ત્રીજા સ્થાને છે.

મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ દાવમાં 311 રન બનાવ્યા હતા, જ્યારે પાકિસ્તાન 282 રનમાં ઓલઆઉટ થયું હતું. શાન મસૂદે સદી ફટકારી હતી. વેસ્ટ ઈન્ડિઝે બીજા દાવમાં 210 રન બનાવતાં પાકિસ્તાનને 211 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.

જોકે પાકિસ્તાનની ટીમ માત્ર 120 રનમાં સમેટાઈ ગઈ હતી. બાબર આઝમ 58 રન બનાવી અણનમ રહ્યો, પરંતુ અન્ય બેટ્સમેનો નિષ્ફળ રહ્યા. જેડેન સીલ્સે પાંચ વિકેટ લઈને વેસ્ટ ઈન્ડિઝને યાદગાર જીત અપાવી. (PC:PTI/X)
Commonwealth Games 2026: 8 વર્ષ બાદ કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપરાની વાપસી, જાણો ક્યારે ઉતરશે મેદાનમાં
