Trending Video : જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ, વીડિયો થયો વાયરલ
જાપાનનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બિલાડી ભૂકંપ આવવાની થોડી સેકંડ પહેલા જ કંઈક કરતી જોવા મળી રહી છે. જે ઘરના કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું.

જાપાન દુનિયાના એવા દેશોમાં સામેલ છે જ્યાં સૌથી વધુ ભૂકંપ આવે છે. તેનું મુખ્ય કારણ એ છે કે જાપાનમાં અનેક ટેક્ટોનિક પ્લેટો એકબીજા સાથે જોડાયેલી છે. જેના કારણે જમીનની અંદર સતત હલચલ થતી રહે છે. વારંવાર ભૂકંપ આવે છે. આ કારણે જાપાનમાંથી ભૂકંપ સાથે જોડાયેલા અનેક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થતા હોય છે.
તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. વીડિયોમાં એક પાલતુ બિલાડી ભૂકંપના આંચકા આવવાના થોડા સમય પહેલાં જ એવી પ્રતિક્રિયા આપે છે જેને જોઈને લાખો લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
બિલાડીની સતર્કતા
વીડિયોમાં જોઈ શકાય છે કે એક પાલતું બિલાડી આરામથી પથારી પર સૂઈ રહી છે. શરૂઆતમાં બધું સામાન્ય દેખાય છે. પરંતુ અચાનક બિલાડી સતર્ક થઈ જાય છે. તે પહેલા માથું ઊંચું કરીને રૂમની આસપાસ જોવા લાગે છે. ત્યારબાદ કોઈ સ્પષ્ટ કારણ વગર ઝડપથી પથારી પરથી નીચે કૂદી જાય છે અને ત્યાંથી દૂર જતી રહે છે.
Shocking video of a cat detecting an earthquake in Japan before it even starts
Writer: Solpic.twitter.com/a05lZ0QqNE
— Mario Nawfal (@MarioNawfal) July 28, 2026
પ્રાણીઓની ઇન્દ્રિયો માણસો કરતાં વધુ ઝડપી હોય છે
બિલાડીના ભાગ્યાના થોડા જ સેકન્ડ બાદ જોરદાર ભૂકંપ આવે છે. આખો રૂમ હલવા લાગે છે. રૂમમાં રાખેલી વસ્તુઓ ધ્રૂજવા લાગે છે. આ સમગ્ર ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. યુઝરે લખ્યું કે પ્રાણીઓની ઇન્દ્રિયો માણસો કરતાં વધુ ઝડપી હોય છે. તેઓ જોખમનો અંદાજ પહેલા લગાવી શકે છે.
જોખમનો અંદાજો માણસો કરતાં પહેલાં પ્રાણીઓને થાય છે?
માનવામાં આવે છે કે પ્રાણીઓને કોઈપણ જોખમનો અંદાજો માણસો કરતાં પહેલાં થઈ જાય છે. જોકે વૈજ્ઞાનિકો અનુસાર અત્યાર સુધી એવો કોઈ મજબૂત સત્તાવાર પુરાવો મળ્યો નથી કે જેના આધારે કહી શકાય કે પ્રાણીઓ ભૂકંપની ચોક્કસ આગાહી કરી શકે છે. કેટલાક સંશોધનોમાં જાણવા મળ્યું છે કે કેટલાક પ્રાણીઓ માણસોની સરખામણીમાં જમીનમાં થતા ખૂબ જ નાના કંપન અને વાતાવરણમાં થતા નાના ફેરફારોને વહેલા અનુભવી શકે છે.
