Vaibhav Suryavanshi: 15 વર્ષના બાળકે 230 બેટ્સમેનોને પાછળ છોડ્યા, ICC રેન્કિંગમાં લગાવી મોટી છલાંગ
વૈભવ સૂર્યવંશીએ ઝિમ્બાબ્વે પ્રવાસ પર પોતાના બેટથી ધમાલ મચાવી હતી. ત્રણ મેચની T20I શ્રેણીમાં સૌથી વધુ રન બનાવ્યા બાદ હવે તેની મહેનતનું પરિણામ ICC રેન્કિંગમાં પણ જોવા મળ્યું છે. માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવે ICC રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ છે અને એકસાથે 230 બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે.

ઝિમ્બાબ્વે સામેની T20I શ્રેણીમાં વૈભવ સૂર્યવંશીએ ત્રણ મેચમાં 151 રન બનાવ્યા હતા. તેના શાનદાર પ્રદર્શનના કારણે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો.

ઝિમ્બાબ્વે સામેની T20I શ્રેણીમાં વૈભવ સૂર્યવંશીએ ત્રણ મેચમાં 151 રન બનાવ્યા હતા. તેના શાનદાર પ્રદર્શનના કારણે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો.

વૈભવે અત્યાર સુધી માત્ર બે T20I શ્રેણી રમી છે. ઝિમ્બાબ્વેમાં તેણે સૌથી વધુ રન બનાવવા ઉપરાંત સૌથી વધુ છગ્ગા પણ ફટકાર્યા હતા. અન્ય ભારતીય બેટ્સમેનો સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે વૈભવે પોતાની આક્રમક બેટિંગથી અલગ છાપ છોડી હતી.

વૈભવ પાસે હવે ટોપ-10માં પ્રવેશવાની તક છે. જોકે, તેના માટે સતત સારું પ્રદર્શન કરવાની સાથે ફિટનેસ પર પણ કામ કરવું પડશે. કોચ વીવીએસ લક્ષ્મણે પણ ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન તેની ફિટનેસને લઈને સલાહ આપી હતી.

15 વર્ષીય વૈભવ ભવિષ્યમાં નંબર-1 રેન્કિંગ સુધી પહોંચી શકે છે. સચિન તેંડુલકર સૌથી નાની ઉંમરે નંબર-1 ટેસ્ટ બેટ્સમેન બન્યો હતો. હવે વૈભવ પાસે પણ નાની ઉંમરે રેન્કિંગમાં મોટું સ્થાન હાંસલ કરવાની તક છે. (PC:PTI/X/BCCI)
Breaking News: ટીમ ઈન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ બન્યો વર્લ્ડ નંબર 1 ODI બેટ્સમેન, હવે વિરાટ કોહલીથી ‘ખતરો’!
