AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris Olympics 2024માં ઈતિહાસ રચનાર શૂટર મનુ ભાકરનું નામ ખેલ રત્ન એવોર્ડના લિસ્ટમાંથી ગાયબ

પેરિસ ઓલિમ્પિક 2024માં ઈતિહાસ રચનાર ભારતીય શુટર મનુ ભાકર પોતાની મહેનત અને શાનદાર પ્રદર્શનથી દેશનું નામ રોશન કર્યું હતુ. પરંતુ તેનું નામ ખેલ રત્ન એવોર્ડ લિસ્ટમાં ન હોવાથી સવાલો ઉભા થઈ રહ્યા છે.

| Updated on: Dec 23, 2024 | 4:17 PM
Share
મનુ ભાકરે આ વર્ષે પેરિસ ઓલિમ્પિકમાં 2 બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો. તે એક ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનારી પહેલી ભારતીય શૂટર બની છે પરંતુ તેનું નામ ખેલ રત્ન પુરસ્કારમાં ન હોવાથી સો કોઈ ચોંકી ગયા છે.

1 / 5
મીડિયા રિપોર્ટ મુજબ ખેલ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે, મનુએ આ એવોર્ડ માટે આવેદન આપ્યું ન હતુ.તેના પરિવારના નજીકના સુત્રોએ આ વાતને નકારી કાઢી હતી, અને કહ્યું મનુએ આવેદન આપ્યું હતુ. જો મનુએ આવેદન ન કર્યું તો તેના શાનદાર પ્રદર્શનને જોઈ મંત્રાલયે તેના નામ પર વિચાર કરવાની જરુર હતી.

2 / 5
આ પહેલા વર્ષ 2023માં ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીએ અર્જુન પુરસ્કાર માટે આવેદન આપ્યું ન હતુ પરંતુ બીસીસીઆઈના આગ્રહ પર તેને આ સન્માન આપવામાં આવ્યું હતુ. મનુને 2020માં અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી પરંતુ એવું લાગે છે કે, ખેલ રત્ન માટે તેમણે હજુ વધુ મેડલ જીતવાની જરુર છે.

3 / 5
પેરિસ ઓલિમ્પિક બાદ મનુએ ખેલ રત્ન એવોર્ડ માટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. જે ખુબ વાયરલ થઈ હતી.તેમણે ટ્વિટ કરીને કહ્યું શું હું મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડની હકદાર છું. ઘન્યવાદ પછી આ ટ્વિટને દુર કરવામાં આવ્યું હતુ.

4 / 5
ખેલ રત્નના દાવેદારની લિસ્ટમાં પોતાની દીકરીનું નામ ન હોવાથી મનુ ભાકરના પિતાએ પણ પ્રતિક્રિયા આપી છે. એક મીડિયા સાથે વાતચીત વખતે તેમણે કહ્યું કે, શું તમારે પુરસ્કાર માટે ભીખ માંગવાની છે, તો એક ઓલિમ્પિકમાં 2 મેડલ જીતવાનો મતલબ શું છે.

5 / 5

રમત ગમતના વધુ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">