Stock Market: એક કલાકનું ‘મુહૂર્ત ટ્રેડિંગ સેશન’ ઇન્વેસ્ટર્સને ફળ્યું! ભારતીય શેરબજારે રોકાણકારોને ખુશ કરી દીધા, કયા સ્ટોક્સમાં તેજી આવી? જાણો…
મંગળવારે 21 ઓક્ટોબર, 2025 ના રોજ 'શેરબજાર' દિવાળી 2025 નિમિત્તે ખાસ મુહૂર્ત ટ્રેડિંગ સેશન માટે ખુલ્યું. જો કે, આ 'મુહૂર્ત ટ્રેડિંગ સેશન' દરમિયાન ભારતીય શેરબજારે રોકાણકારોને ખુશ કરી દીધા.

ભારતીય શેરબજાર આજે મંગળવારના દિવસે (21 ઓક્ટોબર, 2025) દિવાળી 2025 નિમિત્તે ખાસ મુહૂર્ત ટ્રેડિંગ સેશન માટે ખુલ્યું. મંગળવારે પ્રી-ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી 50 માં વધારો જોવા મળ્યો.

મુહૂર્ત ટ્રેડિંગ સત્ર દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી બંને ઊંચા સ્તરે ખુલ્યા. ભારતીય શેરબજારે વિક્રમ સંવત 2082 ની શરૂઆત પોઝિટિવ વલણ સાથે કરી. સેન્સેક્સ 121.30 પોઈન્ટ અથવા 0.14% વધીને 84,484.67 પર ખુલ્યો, જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 58.05 પોઈન્ટ અથવા 0.22% વધીને 25,901.20 પર ખુલ્યો. બેંક નિફ્ટી પણ 58,100 થી ઉપર લીલા નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા.

બધા સેક્ટોરલ ઇન્ડેક્સ લીલા નિશાનમાં ટ્રેડ થયા. આમાં Nifty IT, Nifty Metals, Nifty Auto, Nifty Pharma અને Nifty Realtyમાં જંગી ઉછાળો જોવા મળ્યો. બીજીબાજુ Kotak Mahindra Bank, ICICI Bank, Shriram Finance, Asian Paints, ONGC અને Bharti Airtel 'નિફ્ટી 50' પર ટોચના ઘટાડામાં જોવા મળ્યા.

ખાસ દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સત્ર દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો. MCX પર સોનાના ભાવ 2,454 રૂપિયા અથવા 1.88% ઘટીને 1,28,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા, જ્યારે MCX પર ચાંદીના ભાવ 7,518 રૂપિયા અથવા 4.76% ઘટીને 1,50,469 રૂપિયા પ્રતિ કિલો થયા.

સકારાત્મક વૈશ્વિક સંકેતોને કારણે મંગળવારના મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર ઊંચા સ્તરે ખૂલ્યું. વધુમાં એશિયન બજારો ઉપર હતા, જ્યારે યુએસ શેરબજારમાં પણ તેજી જોવા મળી. બજાર બંધ થવાના સમયે Nifty 50 '25,868.60' એટલે કે +0.10% ના વધારે સાથે બંધ થયું, જ્યારે Sensex '84,426.34' એટલે કે +62.97% ના ઉછાળા સાથે બંધ થયું.
Silver Rate : ₹ 15,000 થી પણ વધુનો ઘટાડો ! ચાંદીની ચમક કેમ ઝાંખી પડી ? શું આ ધાતુમાં હવે તેજી આવશે કે નહીં ? જાણો એક્સપર્ટે શું કહ્યું
શેરના ભાવિ મૂલ્યની આગાહી કરવાથી નોંધપાત્ર નફો થઈ શકે છે. આ એક પ્રકારની શેરના ભાવ અંગે પૂર્વધારણા જણાવે છે કે શેરના ભાવ હાલમાં ઉપલબ્ધ થતી માહિતીના આધારે ભવિષ્યમાં વધી શકે છે કે પછી ઘટી જશે. આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહીતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
