MS ધોની TTE હતો કે TC ? જાણો બંને વચ્ચે શું છે તફાવત
મોટાભાગના લોકો જાણતા હશે કે, એક સમયે MS ધોની રેલવેમાં નોકરી કરતો હતો. ક્રિકેટમાં કારકિર્દી બનાવતા પહેલા MS ધોની પશ્ચિમ બંગાળના ખડગપુર રેલવે સ્ટેશન પર કામ કરતો હતો. ત્યારે સવાલ એ થાય કે, MS ધોની રેલવેમાં TC હતો કે TTE અને આ બંને વચ્ચે તફાવત શું છે ?

મોટાભાગના લોકો જાણતા હશે કે, એક સમયે MS ધોની રેલવેમાં નોકરી કરતો હતો. ક્રિકેટમાં કારકિર્દી બનાવતા પહેલા MS ધોની પશ્ચિમ બંગાળના ખડગપુર રેલવે સ્ટેશન પર કામ કરતો હતો.

તમને જણાવી દઈએ કે, MS ધોની રેલવેમાં TTE નહીં, પરંતુ TCની નોકરી કરતો હતો. ત્યારે હવે જાણી લઈએ કે, TTE અને TC વચ્ચે શું તફાવત છે.

ભારતીય રેલવે દ્વારા મુસાફરી કરતી વખતે હંમેશા ટ્રેન અને પ્લેટફોર્મ પર TTE અને TC નો સામનો કરવો પડે છે. જો કે, TTE અને TC વચ્ચે ઘણો તફાવત છે. મોટાભાગના પ્રવાસીઓ આ બંનેને સમાન માને છે.

ભારતીય રેલવેમાં TTE એટલે Travel Ticket Examiner. રેલવેના આ કર્મચારીને પ્રીમિયમ ટ્રેનો અને મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરી કરનારાઓની ટિકિટ ચેક કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

TTEની ફરજ પ્રવાસી મુસાફરોની ઓળખ, ID અને સીટ સંબંધિત માહિતી તપાસવાની છે. TTE હંમેશા ટ્રેનની અંદર મુસાફરોની ટિકિટ ચેક કરે છે.

તો TTEની જેમ, TC (Ticket Collector)નું કામ પણ ટિકિટો તપાસવાનું છે. પરંતુ, TTE ટ્રેનની અંદર ટિકિટ ચેક કરે છે, જ્યારે TC રેલવે પ્લેટફોર્મ પર મુસાફરોની ટિકિટ ચેક કરે છે.
જનરલ નોલેજની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો
