ઓમ મંત્ર જાપ : ખૂબ જ ચમત્કારી છે ઓમ મંત્રનો જાપ! તમે પણ એક વાર કરો ટ્રાય, પછી દેખાશે ફાયદા જ ફાયદા
ઓમ જાપ નિયમ ઓમ ધ્વનિનો ઉપયોગ ધ્યાન, પ્રાણાયામ અને યોગ જેવી પ્રવૃત્તિઓમાં થાય છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ પણ મંત્રનો યોગ્ય રીતે જાપ કરવામાં આવે તો તે સંપૂર્ણ લાભ આપે છે. આવી સ્થિતિમાં જો ઓમના ઉચ્ચારણની સાચી પદ્ધતિ જાણી લેવામાં આવે તો તેનાથી મળતો લાભ બમણો થઈ જાય છે.

એક મંત્ર છે ઓમ. તે ખૂબ જ પવિત્ર ધ્વનિ માનવામાં આવે છે. તેનો જાપ કરવાથી પોઝિટિવિટી જળવાઈ રહે છે. આજે અમે તમને ઓમના જાપના ફાયદા અને સાચી રીત જણાવવા જઈ રહ્યા છીએ.

માનસિક શાંતિ : જ્યારે આપણે ઓમ નામનો જાપ કરીએ છીએ ત્યારે મન બિલકુલ શાંત થઈ જાય છે તેમજ માનસિક અને શારિરીક રીતે શાંતિનો અનુભવ થાય છે.

પોઝિટિવ ઊર્જા : ઓમના ઉચ્ચારણથી આસપાસનું વાતાવરણ શાંત થાય છે. એટલું જ નહીં ઘરનો માહોલ પણ હળવો લાગે છે.

એકાગ્રતા વધશે : જો પુરૂ ધ્યાન લગાવીને ઓમનો જાપ કરવામાં આવે તો મનની એકાગ્રતા શક્તિ વિકસે છે. સાથે- સાથે સ્મરણ શક્તિમાં પણ વધારો થાય છે.

સ્ટ્રેસ દૂર થાય : નિયમિત રીત ઓમ મંત્રનું ઉચ્ચારણ કરવાથી પરેશાની અને ચિંતા દૂર થાય છે. તે લોકોએ તો આ જાપ કરવો જ જોઈએ જેનું મન અશાંત રહેતું હોય.

શરીરને લાભ : ઓમનો જાપ કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. સનાતન ધર્મમાં પૂજા-પાઠ માટે આ મંત્રનો ઉપયોગ કરવામાં આવે છે.

અનિદ્રાની પરેશાની : આ મંત્રનો નિયમિત ધ્યાન કરવાથી અનિદ્રાની પરેશાની દૂર થાય છે. જેમ કે, મંત્રનો જાપ કરવાથી મન સ્થિર થાય છે અને ખોટા વિચારો દૂર રહે છે.
