આવકવેરા પહેલા ભારતમાં લગાવવામાં આવેલા મુખ્ય ટેક્સ વિશે જાણો
ભારતમાં આવકવેરો લાગુ પડ્યો તે પહેલાં પણ, વહીવટ અને સરકારો મહેસૂલ એકત્રિત કરવા માટે વિવિધ પ્રકારના ટેક્સ લગાવવામાં આવતા હતા. આ ટેક્સ બ્રિટિશ શાસન પહેલાં પણ અસ્તિત્વમાં હતો, એટલે કે મુઘલ કાળ, અને પ્રાચીન ભારતમાં પણ હતો. તેમનો હેતુ સરકાર ચલાવવાનો, સેના જાળવવાનો અને જાહેર કાર્યો કરાવવાનો હતો.

આવકવેરા પહેલા ભારતમાં લગાવવામાં આવેલા મુખ્ય ટેક્સ વિશે વાત કરીએ તો. (Land Tax / Lagaan) સૌથી મોટો આવક સ્ત્રોત હતો.ખેતીની જમીન પર ટેક્સ વસૂલવામાં આવતો હતો.અકબરના સમયમાં, ટોડરમાલે એક વ્યવસ્થિત જમીન કર પ્રણાલી બનાવી હતી. જેને ઝબ્તી પ્રણાલી કહેવામાં આવે છે.

સિંચાઈ કર નહેરો કે પાણીના સ્ત્રોતો માંથી પાણી લેવા બદલ ખેડૂતો પાસેથી ટેક્સ વસૂલવામાં આવતો હતો.વેપાર કર વેપાર/કસ્ટમ ડ્યુટી,સ્થાનિક વેપાર અને આયાત-નિકાસ પર ટેક્સ, તે મંડીઓ, હાઇવે અને વેપાર માર્ગો પર વસૂલવામાં આવતો હતો.

કેટલીક સુવિધાઓના ઉપયોગ પર ટેક્સ લેવામાં આવતો હતો. જેમ કે, હોડી ક્રોસિંગ અથવા કુવાઓ કે તળાવોના ઉપયોગ જેવી ચોક્કસ સુવિધાઓના ઉપયોગ પર ટેક્સ વસૂલવામાં આવતા હતા.

ત્યારબાદ વ્યક્તિ ગત ટેક્સ અને જઝિયા ટેકસની વાત કરીએ તો મુઘલ કાળ દરમિયાન બિન-મુસ્લિમ પુરુષો પર લગાવવામાં આવતો ટેક્સ. અકબરે દુર કર્યો હતો પરંતુ ઔરંગઝેબે ફરીથી શરુ કર્યો હતો.વ્યવસાયિક ટેક્સની વાત કરીએ તો કેટલાક વ્યવસાયો પર ટેક્સ લગાવવામાં આવતો હતો, જેમાં વણકર, કુંભાર, સુથાર વગેરે પર થોડો ટેક્સ લગાવવામાં આવતો હતો.

Octroi / Toll Tax શહેરમાં સામાન લાવવા કે બહાર લઈ જવા પર કસ્ટમ ડ્યુટી લગાવવામાં આવતી હતી.ભેટ/શ્રદ્ધાંજલિ પર ટેક્સ રાજા અથવા સામંતશાહીઓને આપવામાં આવતી ભેટો પર ટેક્સ સામાજિક દબાણ હેઠળ લેવામાં આવ્યા હતા.

બ્રિટિશ શાસન પહેલા શાસન વ્યવસ્થાની જો આપણે વાત કરીએ તો કર પ્રણાલી મુખ્યત્વે કૃષિ આધારિત હતી. કર અનાજમાં અથવા રોકડમાં વસૂલવામાં આવતો હતો. લોકો પર વધુ કરનો બોજ નહોતો, પરંતુ ચોક્કસ સામંતવાદી દબાણ હતું.

ભારતમાં આવકવેરા પહેલા, સરકારો મુખ્યત્વે જમીન, વેપાર અને સેવાઓ પર ટેક્સ વસૂલ કરીને આવક એકત્ર કરતી હતી. ભારતમાં આવકવેરોનો વિચાર 1860માં બ્રિટિશ શાસન દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો, જે તે સમયે એક નવીન ખ્યાલ હતો.
બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, જે વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન અને વિતરણ માટે કરવામાં આવે છે. અહી ક્લિક કરો
