Gujarati NewsPhoto galleryMahakumbh Melas last day on Mahashivratri, administration has made advance arrangements to control crowd of devotees and devotees
પ્રયાગરાજ ખાતે યોજાઈ રહેલા મહાકુંભમાં છેલ્લું સ્નાન આવતીકાલ 26 ફેબ્રુઆરીએ છે. મહાશિવરાત્રી પણ આ જ દિવસે હોવાથી મહાસ્નાનનું મહત્વ અનેરુ છે. ઉત્તરપ્રદેશનું વહીવટીતંત્ર આ અવસર પર કરોડો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ આવવાની અપેક્ષા રાખે છે. જેને લઈને કુંભમેળા વિસ્તાર અને શહેરમાં આજે એટલે કે 25મી ફેબ્રુઆરીથી જ નો-વ્હીકલ ઝોન લાગુ કરવામાં આવ્યો છે.
પ્રયાગરાજ મહાકુંભને સંપન્ન થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે. આવતીકાલ 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિના રોજ મહાકુંભના છેલ્લા સ્નાન ઉત્સવ દરમિયાન, ભારે ભીડ થવાની સંભાવનાને લઈને આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે. મેળા વિસ્તાર અને પ્રયાગરાજ શહેરમાં, આજ 25 ફેબ્રુઆરીથી નો-વ્હીકલ ઝોન લાગુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વહીવટીતંત્રનો અંદાજ છે કે મહાકુંભના અંતિમ સ્નાન ઉત્સવ પર 3 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સંગમ સ્થળે આવશે.
1 / 6
કુંભ મેળા પોલીસના જણાવ્યા મુજબ, 25 ફેબ્રુઆરી, 2025 ના રોજ, મેળા વિસ્તારને સવારે 4:00 વાગ્યાથી નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે પ્રયાગરાજ કમિશનરેટને સાંજે 6:00 વાગ્યાથી નો-વ્હીકલ ઝોન બનાવવામાં આવ્યો છે. અધિકારીઓએ કહ્યું કે દરેકને આ સિસ્ટમ જાળવવામાં મદદ કરવા વિનંતી કરવામાં આવી છે. ભીડભાડને સુવ્યવસ્થિત રાખવા માટે, દરેકને પ્રવેશની નજીકના ઘાટ પર જ સ્નાન કરવાની અપીલ કરવામાં આવી છે.
2 / 6
મહાકુંભ પ્રશાસને ચારેય દિશામાંથી આવનારા ભક્તોની સંખ્યાના આધારે સ્નાન માટે આયોજન કર્યું છે. દક્ષિણ ઝુસીથી આવતા ભક્તો સંગમ દ્વાર પર આવેલા એરાવત ઘાટ પર સ્નાન કરી શકશે. ઉત્તર ઝુસીથી આવતા ભક્તો સંગમ હરિશ્ચંદ્ર ઘાટ અને સંગમ જૂના જીટી ઘાટ પર સ્નાન કરશે. એ જ રીતે પરેડમાંથી આવતા ભક્તો સંગમ ગેટ ભારદ્વાજ ઘાટ પર સ્નાન કરી શકશે.
3 / 6
સંગમ દ્વારથી આવનારાઓ નાગવાસુકી ઘાટ, સંગમ ગેટ મોરી ઘાટ, સંગમ દ્વાર કાલી ઘાટ, સંગમ દ્વાર રામ ઘાટ, સંગમ દ્વાર હનુમાન ઘાટ ખાતે સ્નાન કરશે. અરેલથી આવતા ભક્તો સંગમ દ્વાર પર અરેલ ઘાટ પર સ્નાન કરશે.
4 / 6
દવાઓ, દૂધ, શાકભાજી, એમ્બ્યુલન્સ અને સરકારી કર્મચારીઓ (ડોક્ટરો, પોલીસ, વહીવટીતંત્ર)ના વાહનો જેવી આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતા વાહનો પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. મહાકુંભ ઉત્સવ 26 ફેબ્રુઆરી 2025ના રોજ મહાશિવરાત્રી સાથે સમાપ્ત થશે. ભક્તોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ નજીકના ઘાટ પર સ્નાન કરીને અને શિવ મંદિરના દર્શન કરીને ઝડપથી તેમના ગંતવ્ય સ્થાને જવા રવાના થાય.
5 / 6
માર્ગદર્શિકામાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે તમામ પોન્ટૂન બ્રિજ ભીડના દબાણને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવશે. ભક્તોને અપીલ કરવામાં આવી છે કે તમામ ઘાટને સંગમ તરીકે ઓળખવામાં આવે છે, તેથી શ્રદ્ધાળુઓએ નજીકના ઘાટ પર સ્નાન કરીને ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપનમાં સહકાર આપવો જોઈએ.
6 / 6
કુંભ મેળો માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર છે. લાખો વિદેશી પ્રવાસીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લે છે અને ભારતીય સંસ્કૃતિ અને ધર્મનું મહત્વ સમજે છે. કુંભ મેળાના ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.