Breaking News: યુદ્ધની અસર ભાવનગરના અલંગ યાર્ડ પર, શિપ બ્રેકિંગ યાર્ડમાં ગેસ અછતથી કામગીરી ધીમી
મળતી માહિતી મુજબ ગેસ પુરવઠો ઓછો મળતા ઘણા શિપ બ્રેકિંગ યાર્ડોએ પોતાની કામગીરી ધીમી કરવાની ફરજ પડી છે. ઉદ્યોગકારોમાં ચિંતા એ બાબતને લઈને પણ છે કે જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ઉત્પાદન અને રોજગારી પર પણ તેની અસર થઈ શકે છે.
મધ્ય પૂર્વમાં વધતા તણાવના કારણે વૈશ્વિક બજારમાં ગેસ અને તેલના ભાવમાં વધારો થયો છે અને સાથે જ પુરવઠામાં પણ અડચણો ઊભી થઈ રહી છે. આ પરિસ્થિતિનો સીધો પ્રભાવ ભાવનગર જિલ્લાના અલંગ સ્થિત શિપ બ્રેકિંગ ઉદ્યોગ પર પડ્યો છે. અલંગમાં જહાજ ભાંગવાની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન સાથે LPG ગેસની પણ મોટી માત્રામાં જરૂર પડે છે. પરંતુ ગેસ સપ્લાયમાં ઘટાડો થવાને કારણે અહીં કામગીરી પર અસર થઈ રહી છે.
માહિતી મુજબ ગેસ પુરવઠો ઓછો મળતા ઘણા શિપ બ્રેકિંગ યાર્ડોએ પોતાની કામગીરી ધીમી કરવાની ફરજ પડી છે. ઉદ્યોગકારોમાં ચિંતા એ બાબતને લઈને પણ છે કે જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ઉત્પાદન અને રોજગારી પર પણ તેની અસર થઈ શકે છે.
અલંગમાં પહેલેથી જ મંદીનો માહોલ
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અલંગમાં પહેલેથી જ મંદીનો માહોલ જોવા મળી રહ્યો હતો. હવે યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિને કારણે ઘણા જહાજોના અલંગ સુધી આવવામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેના કારણે સમગ્ર શિપ બ્રેકિંગ ઉદ્યોગમાં અનિશ્ચિતતા વધી રહી છે.
ઉદ્યોગકારોનું માનવું છે કે જો ગેસ પુરવઠાની સ્થિતિ જલ્દી સુધરે નહીં તો આગામી દિવસોમાં અલંગના ઉદ્યોગને વધુ પડકારોનો સામનો કરવો પડી શકે છે.
Big Breaking News: ટ્રમ્પની મોટી જાહેરાત, USમાં 50 વર્ષ પછી ખુલશે પહેલી તેલ રિફાઈનરી, રિલાયન્સ સાથે મોટો સોદો, જુઓ વીડિયો
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
