AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : શું ટ્રેનમાં સુહાગરાતનું ડેકોરેશન કરી શકાય, રેલવેના કડક નિયમો અને સજા વિશે જાણો

બલ્હારશાહ-દાદર નંદીગ્રામ એક્સપ્રેસના ફર્સ્ટ એસી કોચની બર્થ પરવાનગી વગર ઓનલાઈન ડેકોરેટરને બોલાવી હનીમુનના ડેકોરેશનની જેમ શરણગારવા અને મીણબતી સળગાવવાનો વીડિયો વાયરલ થયો છે. સુરક્ષાના નિયમોના ઉલ્લંધન પર રેલવે ટીટીઈને સસ્પેન્ડ કરી તપાસના આદેશ આપ્યા છે. તો ચાલો જાણીએ આ મામલે રેલવેના નિયમો શું કહે છે.

| Updated on: Jul 09, 2026 | 10:22 AM
Share
 ભારતીય રેલવે આમતો કોઈના કોઈ કારણોસર ચર્ચામાં રહે છે પરંતુ આ વખતે સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમણે પ્રશાસનની સુરક્ષા અને નિયમો પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. મહારાષ્ટ્રના બલ્હારશાહ થી દાદર વચ્ચે ચાલનારી નંદીગ્રામ એક્સપ્રેસના એસી કોચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

1 / 10
આ વીડિયોમાં ટ્રેનના એક કેબિનને એક હનીમૂન સ્યુટમાં રૂપાંતર કરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલો જેવી રેલવે મંત્રાલય અને ઉચ્ચ અધિકારીઓ પાસે ગયો તો લાપરવાહીના આરોપમાં સંબંધિત ટીટીઈને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

2 / 10
હવે આપણે ભારતીય રેલવેના નિયમો વિશે વાત કરીએ તો. ચાલું ટ્રેનના ડબ્બા (ફર્સ્ટ એસી કોચ)માં પરવાનગી વગર અનાધિકૃત રુપથી બહારના વ્યક્તિઓ (જેમ કે ડેકોરેટર)ને બોલાવી સજાવટ કરવી અને કોચની અંદર મીણબતી કે દીવા જેવી જ્વલનશીલ વસ્તુઓ સળગાવવી એક ગંભીર અને દંડનીય ગુનો છે. આ પ્રકારના કૃત્ય માટે રેલવે અધિનિયમ 1989 (The Railways Act, 1989) હેઠળ કડક કાર્યવાહી અને દંડ તેમજ જેલની સજા થઈ શકે છે.

3 / 10
 કોની સામે સજા (એક્શન) લેવામાં આવે છે? પ્રવાસી મુસાફરો (દંપતી) વિરુદ્ધ નિયમોનું ઉલ્લંઘન કરીને અને પરવાનગી વિના વ્યાવસાયિક પ્રવૃત્તિ કરવા માટે ટ્રેનમાં ભય ઉભો કરવા માટે મુખ્ય આરોપી તરીકે.

4 / 10
બહારના ડેકોરેટર્સ/એજન્સી સામે માન્ય પરવાનગી અથવા સત્તા વિના રેલ્વે પરિસર અને કોચમાં પ્રવેશવા અને વ્યવસાયિક રીતે કામ કરવા માટે.

5 / 10
રેલ્વે કર્મચારીઓ (જેમ કે TTE અને કોચ એટેન્ડન્ટ્સ) સામે તેમની ફરજો નિભાવવામાં બેદરકારી, કોચમાં અનધિકૃત પ્રવૃત્તિને રોકવામાં નિષ્ફળતા અને સલામતીમાં ક્ષતિઓને મંજૂરી આપવા બદલ વિભાગીય અને શિસ્તબદ્ધ કાર્યવાહી

6 / 10
રેલવેના નિયમો મુજબ શું સજા થાય છે. અનાધિકૃત પ્રવેશ અને હૉકિંગ  (Section 144 & 147 રેલવેની પરવાનગી વગર કોઈ પણ કોચમાં વ્યાવસાયિક ગતિવિધિ કરવી કોઈ ટિકિટ વગર પ્રવેશ કરવો ગુનો છે. આ હેઠળ 6 મહિનાની કેદ અથવા 1,000 સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે.આ મુખ્ય ડોકેરેટ કરનાર અને બોલાવનાર યાત્રિક પર લાગુ પડે છે.

7 / 10
ટ્રેનમાં જ્વલનશીલ વસ્તુઓ અથવા આગ લાગવી (Section 164) ચાલુ ટ્રેનમાં મીણબતી સળગાવવી કે દીવો પ્રગટાવવો આગ લાગી શકે છે. કારણ કે, આનાથી આખી ટ્રેનમાં ખતરોઉભો થઈ શકે છે. જેમાં 3 વર્ષની જેલ અથવા 5,000 રુપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે.

8 / 10
સાથી મુસાફરો માટે જોખમ અથવા ઉપદ્રવ પેદા કરવો (કલમ 145)  ટ્રેનમાં કોઈપણ કૃત્ય જે શાંતિને ખલેલ પહોંચાડે છે, સલામતીને જોખમમાં મૂકે છે અથવા અન્ય મુસાફરોને અસુવિધા પહોંચાડે છે તે આ કલમ હેઠળ આવે છે. પ્રથમ ગુના માટે દંડની સજા થઈ શકે છે, અને વારંવાર ગુના કરવા પર છ મહિના સુધીની જેલની સજા થઈ શકે છે.

9 / 10
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

10 / 10

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">