AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગાંધીનગરમાં ચાંદીપુરા વાયરસના લક્ષણોવાળા વધુ એક બાળકનું મોત, રાજ્યમાં ચિંતા વધી

Breaking News: ગાંધીનગરમાં ચાંદીપુરા વાયરસના લક્ષણોવાળા વધુ એક બાળકનું મોત, રાજ્યમાં ચિંતા વધી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2026 | 10:07 AM
Share

ગાંધીનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ સામે આવ્યો છે. માણસા તાલુકાના ચરાડા ગામના 4 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બાળકની તબિયત બગડતા તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં વેન્ટિલેટર પર તેની સારવાર ચાલી રહી હતી.

ગાંધીનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ સામે આવ્યો છે. માણસા તાલુકાના ચરાડા ગામના 4 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બાળકની તબિયત બગડતા તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં વેન્ટિલેટર પર તેની સારવાર ચાલી રહી હતી. જોકે તબીબોના તમામ પ્રયાસો છતાં બાળકને બચાવી શકાયો નહોતો.

તાવ અને ઉલ્ટીના લક્ષણો બાદ હોસ્પિટલમાં કરાયો હતો દાખલ

મળતી માહિતી મુજબ બાળકને શરૂઆતમાં તાવ અને વારંવાર ઉલ્ટીના લક્ષણો જોવા મળ્યા હતા. ત્યારબાદ તેની સ્થિતિ ગંભીર બનતા પરિવારજનોએ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સારવાર દરમિયાન ચાંદીપુરા વાયરસની આશંકાને પગલે તબીબો દ્વારા વિશેષ સારવાર આપવામાં આવી હતી.

થોડા દિવસ પહેલાં કલોલમાં પણ બાળકનું થયું હતું મોત

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જાસપુર ગામમાં પણ ચાંદીપુરા વાયરસના સંક્રમણની શંકા વચ્ચે એક બાળકનું મોત થયું હતું. સતત બીજા બાળમૃત્યુ બાદ જિલ્લામાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ તેમજ આરોગ્ય તપાસની કામગીરી તેજ કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગે લોકોને સાવચેતી રાખવા કરી અપીલ

ચાંદીપુરા વાયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે માતા-પિતાને બાળકોમાં તાવ, ઉલ્ટી, બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા અપીલ કરી છે. સાથે જ મચ્છર અને અન્ય જંતુઓથી બચવા માટે સ્વચ્છતા જાળવવા અને જરૂરી તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો- Breaking News : 48 કલાક બાદ મુશળધાર આફત! IMD દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">