કાનુની સવાલ : શું લગ્ન રદ થાય તો પત્નીને ભરણપોષણનો અધિકાર મળે? જાણો અધિકાર વિશે
અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે જો લગ્ન શરૂઆતથી જ રદ જાહેર કરવામાં આવે છે, તો પતિ પત્નીને ભરણપોષણ આપવા માટે જવાબદાર નથી. ગાઝિયાબાદના રહેવાસી રાજીવ સચદેવાની અરજી પર જસ્ટિસ રાજીવ મિશ્રાની સિંગલ બેન્ચે આ નિર્ણય આપ્યો હતો.

હિન્દુ લગ્ન કાયદાની કલમ 11નો નિયમ છે. જેમાં, લગ્નને અમાન્ય જાહેર કરવાનો આદેશ પસાર થયા પછી, તે લગ્નની તારીખથી અમલમાં આવે છે. આવા કિસ્સામાં, પતિ પત્નીને ભરણપોષણ આપવા માટે જવાબદાર નથી.

અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે, કોઈના લગ્ન શરુ થયાં પહેલા જ રદ કરવામાં આવે તો પતિ પર પત્નીને ભરણ પોષણ આપવાની જવાબદારી રહેતી નથી. આ નિર્ણય ન્યાયમૂર્તિ રાજીવ મિશ્રાની બેન્ચે ગાઝિયાબાદના રહેવાસી રાજીવ સચેદવાની અરજી પર આપ્યો હતો.

અરજદારના લગ્ન 2015માં થયા હતા. કેટલાક મતભેદોને કારણે, પત્નીએ પતિ અને તેના પરિવાર સામે અનેક ફોજદારી કેસ દાખલ કર્યા હતા. બાદમાં જાણ થઈ કે, પત્નીના પહેલા લગ્ન થઈ ચૂક્યા છે અને તેમણે આ વાત કોર્ટથી છુપાવી હતી.

ત્યારબાદ પતિએ હિંદુ લગ્ન અધિનિયમ હેઠળ લગ્નને અમાન્ય જાહેર કરવા માટે અરજી દાખલ કરી, જેને સ્વીકારવામાં આવી. તેમ છતાં ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ પત્નીને 10 હજાર રુપિયા પ્રતિ મહિનાનું ભરણપોષણ આપવામાં આવ્યું હતુ,અરજદારે તેને હાઇકોર્ટમાં પડકાર્યો હતો,

કોર્ટે પક્ષોને સાંભળ્યા બાદ ભરણપોષણના આદેશ રદ કર્યો હતો. કહ્યું કે, પહેલા લગ્ન થયા હોવા છતાં બીજા લગ્ન કાનુન વિરદ્ધ અને શૂન્ય છે. જ્યારે લગ્નને શૂન્ય ધોષિત કરવામાં આવે છે. તો બંન્ને પક્ષો વચ્ચે કોઈ કાનુની સંબંધ રહેતો નથી. ત્યારે ભરણપોષણનો આદેશ માન્ય રહેતો નથી.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic ,canva)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
