AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ: પોલીસ અરજી અને FIRમાં શું છે ફરક? જાણો ક્યારે શું કામમાં આવશે

કાનુની સવાલ: ઘણા લોકો એવું સમજે છે કે પોલીસ અરજી અને FIR એક જ છે. પરંતુ બંને અલગ અલગ છે. ક્યારેક જેને ખબર ના હોય અને પોલીસ સ્ટેશન જાય છે તો ફરિયાદ કે અરજીની જગ્યાએ FIR લખાવીને આવે છે. તો આજે આપણે એ જાણશું કે ક્યારે કોની મદદ લેવી.

| Updated on: Aug 28, 2025 | 5:02 PM
Share
કાનુની સવાલ: ભારતમાં કાયદા અને પોલીસ પ્રોસેસ અંગે લોકોમાં ઘણીવાર ગૂંચવણ રહે છે. ઘણીવાર લોકો પોલીસ સ્ટેશનમાં જાય છે, અરજી આપે છે પરંતુ તેમને લાગે છે કે તેમની ફરિયાદ FIR (First Information Report) તરીકે નોંધાઈ ગઈ છે. હકીકતમાં પોલીસ અરજી (Application) અને FIR – બંને અલગ છે. આ તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. કારણ કે કાયદાકીય રીતે તેનો અર્થ અને અસર ઘણી જુદી-જુદી હોય છે.

1 / 8
પોલીસ અરજી એટલે શું?: પોલીસ અરજીનો સરળ અર્થ એ છે કે, કોઈ નાગરિક પોતાની ફરિયાદ અથવા સમસ્યા અંગે પોલીસને જાણ કરે છે. અરજી લેખિત સ્વરૂપે હોઈ શકે છે કે મૌખિક રૂપે પણ આપી શકાય છે. પોલીસ અરજીને ડાયરીમાં નોંધે છે, પરંતુ તે હંમેશાં FIR નથી હોતી. અરજીનો હેતુ માત્ર પોલીસને માહિતી આપવાનો હોય છે, જેમ કે પડોશી સાથેનો ઝઘડો, ગુમ થયેલો દસ્તાવેજ, ચોરીની શંકા વગેરે. અરજી બાદ પોલીસ પ્રાથમિક તપાસ કરે છે અને નક્કી કરે છે કે કેસ નોંધવો છે કે નહીં.

2 / 8
FIR એટલે શું?: FIR (First Information Report) એ કાયદાકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. કોઈ પણ જટિલ ગુનાની માહિતી સૌથી પહેલા પોલીસ પાસે પહોંચે છે, ત્યારે તે FIR તરીકે નોંધવામાં આવે છે. ગુનો નૉન-કૉગ્નિઝેબલ છે કે કૉગ્નિઝેબલ, તેના આધાર પર પોલીસ કાર્યવાહી શરૂ કરે છે. કૉગ્નિઝેબલ ગુનાઓ (જેમ કે હત્યા, રેપ, ચોરી, લૂંટ) માટે પોલીસ સીધા આરોપીને પકડી શકે છે. FIR નોંધાવ્યા પછી પોલીસને કાયદેસર રીતે તપાસ કરવાની ફરજ પડે છે.

3 / 8
અરજી અને FIR વચ્ચેનો તફાવત: આ બંને વચ્ચેનો તફાવત જોઈએ તો એ છે કે નાના મામલાઓ જેમકે ઝગડો, ગાળા-ગાળી, નાની ધમકી આ બધામાં અરજી કરી શકાય અને મોટા ગંભીર ગુનાઓ જેમકે, રેપ, અકસ્માત, મર્ડર, ચોરી, લૂંટ, દારુ વગેરેના મામલામાં FIRનો સહારો લેવો પડે છે.

4 / 8
કાયદો શું કહે છે?: ભારતીય દંડ સંહિતા (CrPC Section 154) મુજબ, જો કોઈ કૉગ્નિઝેબલ ગુનાની માહિતી પોલીસને આપવામાં આવે તો પોલીસ અધિકારી માટે FIR નોંધવી ફરજિયાત છે. જો પોલીસ FIR નોંધવા ઇનકાર કરે તો નાગરિક સીધા મેજિસ્ટ્રેટનો સંપર્ક કરી શકે છે.

5 / 8
સામાન્ય માણસ માટે શીખવા જેવી વાત: ઘણા લોકો અરજીને જ FIR માની લે છે, જેના કારણે તેઓ કાયદાકીય સુરક્ષા ગુમાવી દે છે. એટલે જો ગુનો ગંભીર હોય તો સીધા FIR નોંધાવવી જોઈએ. અરજી માત્ર એક જાણકારી છે, જ્યારે FIR કાનૂની કાર્યવાહીનો દરવાજો ખોલે છે.

6 / 8
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જાહેર જનતાના નોલેજ માટે છે. જામીન મળી જાય તો તેનો અર્થ એવો નથી કે તમે નાના નાના ગુના કરતા રહો. જનતા માટે બનાવેલા નિયમો ફોલો કરવા એ એક સારા નાગરિકની ફરજ છે.)

7 / 8
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Whisk)

8 / 8

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">