AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમેરિકાના જ્યોર્જિયામાં રસ્તા પરથી પસાર થઇ રહેલી કાર સાથે અથડાયુ પ્લેન, પાયલટે મદદ માટે 'Mayday' કોલ કર્યો હતો, જુઓ Video

Breaking News: અમેરિકાના જ્યોર્જિયામાં રસ્તા પરથી પસાર થઇ રહેલી કાર સાથે અથડાયુ પ્લેન, પાયલટે મદદ માટે ‘Mayday’ કોલ કર્યો હતો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2026 | 1:37 PM
Share

 વિમાન સુરક્ષિત રીતે એરપોર્ટ પર ઉતારી શકાય તેવી શક્યતા ન હોવાને કારણે પાયલટે હાઈવે પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. એર ટ્રાફિક કંટ્રોલ સાથે વાતચીત દરમિયાન પાયલટે ભાવુક સંદેશ આપતા કહ્યું હતું કે, “મારી પત્ની અને માતા-પિતાને કહેજો કે હું તેમને ખૂબ પ્રેમ કરું છું.”

અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) અનુસાર, સિંગલ એન્જિન ધરાવતું હોકર બીચક્રાફ્ટ વિમાન જ્યોર્જિયાના ગેન્સવિલે એરપોર્ટથી ઉડાન ભરી હતી. ટેક-ઓફ કર્યા બાદ થોડા જ સમયમાં પાયલટને એન્જિનમાં ગંભીર ખામી હોવાનું જણાયું હતું. સ્થિતિની ગંભીરતા સમજતા પાયલટે તાત્કાલિક ‘મે ડે’ કોલ કરીને મદદ માગી હતી અને વિમાનને પાછું ગેન્સવિલે તરફ વાળવાનો પ્રયાસ કર્યો હતો.

અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં આ એક ગંભીર વિમાની દુર્ઘટના ટળી છે, જ્યાં એન્જિનમાં ખામી સર્જાતા એક નાના વિમાનને વ્યસ્ત હાઈવે પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઘટનામાં વિમાન રસ્તા પર પસાર થઈ રહેલી કાર સાથે અથડાયું હતું, જોકે સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર નથી.

 વિમાન સુરક્ષિત રીતે એરપોર્ટ પર ઉતારી શકાય તેવી શક્યતા ન હોવાને કારણે પાયલટે હાઈવે પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. એર ટ્રાફિક કંટ્રોલ સાથે વાતચીત દરમિયાન પાયલટે ભાવુક સંદેશ આપતા કહ્યું હતું કે, “મારી પત્ની અને માતા-પિતાને કહેજો કે હું તેમને ખૂબ પ્રેમ કરું છું,” જેના કારણે સમગ્ર ઘટના વધુ સંવેદનશીલ બની હતી.

લેન્ડિંગ દરમિયાન વિમાન હાઈવે પર જઈ રહેલી ત્રણ ગાડીઓ સાથે અથડાયું હતું. વિમાનની એક પાંખ એક એસયુવીના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી, જેના કારણે વાહનોને નુકસાન થયું હતું. જોકે પાયલટ, વિમાનમાં બેઠેલા અન્ય મુસાફરો તેમજ કારમાં સવાર લોકો તમામ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાના પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક ખોરવાયો હતો અને ઇમરજન્સી સેવાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. NTSB દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

દુનિયાભરના અલગ અલગ દેશોના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Feb 10, 2026 01:36 PM
g clip-path="url(#clip0_868_265)">