સુરતના રાંદેર વિસ્તારમાં ‘ચપ્પલ ચોર’નો આતંક સામે આવ્યો છે. એક જ રાતમાં અજાણ્યા તસ્કરે 48 ઘરોની બહારથી મોંઘા બૂટ અને ચપ્પલની ચોરી કરી હડકંપ મચાવ્યો છે. અડધી રાત્રે પગરખાં પર હાથ સાફ કરનાર આરોપી જૂતાથી ભરેલા બે થેલા ભરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે અને તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
11 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : મહેસાણા કોંગ્રેસના નેતાએ મ્યુ. કમિશનરને લખ્યો પત્ર, 10 દિવસ સફાઈકામ કરવા દેવા માંગી પરવાનગી
આજે 11 ફેબ્રુઆરીને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 11 ફેબ્રુઆરીને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
SMC એ પાડેલા દરોડાને કારણે દાણીલીમડા ડિસ્ટાફ PSI અને 2 પોલીસ કર્મીની બદલી
અમદાવાદના દાણીલીમડામાં સ્ટેટ મોનીટરીંગ સેલે (SMC) પાડેલા દરોડા બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે પગલાં ભર્યાં છે. SMC એ પાડેલા દરોડામાં કેમિકલ ચોરીનું મોટું કૌંભાડ પકડી પાડ્યું હતું. જેના અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે, દાણીલીમડા ડિસ્ટાફ PSI અને 2 પોલીસ કર્મીની બદલી કરી છે. પોલીસ કમિશનરે ત્રણયેને કે કંપનીમાં બદલી કરી છે
-
મહેસાણા કોંગ્રેસના નેતાએ મ્યુ. કમિશનરને લખ્યો પત્ર, 10 દિવસ સફાઈકામ કરવા દેવા માંગી પરવાનગી
મહેસાણા કોંગ્રેસ નેતાએ શહેરની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે સફાઈ કામગીરી અને ટ્રાફિક પોલીસની કામગીરી કરવા તૈયારી દર્શાવી છે. 10 દિવસ માટે સફાઈ કામદાર તરીકે કામ કરવા માંગી પરવાનગી છે. મહેનતાણાની રકમ પોતાના ખર્ચમાંથી પાલિકામાં જમા કરાવશે. રાધનપુર સર્કલ પર ટ્રાફિક પોલીસ સાથે કામ કરવાની તૈયારી બતાવી છે. વાસ્તવિક સ્થિતિ જાણવા ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવા કમિશનરને પત્ર લખ્યો છે.
-
-
રૂપિયાની લેવડ દેવડ મુદ્દે કોંગ્રેસના નેતાઓ વચ્ચે બબાલ, શહેર કોંગ્રેસના મહામંત્રીને માર્યા
સુરત શહેરમાં કોંગ્રેસના બે નેતા વચ્ચે પૈસાની લેતી દેતીમાં મારામારીનો બનાવ બન્યો છે. શહેરના કોંગ્રેસના મહામંત્રી પર, ચોર્યાસી વિધાનસભા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખે જીવલેણ હુમલો કર્યો છે. શહેર કોંગ્રેસ મહામંત્રી અને ચોર્યાસી વિધાનસભા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ વચ્ચે રૂપિયાની લેવડ દેવડ મુદ્દે માથાકુટ મારામારીમાં પરિણામી હતી. સુરત શહેર કોંગ્રેસના મહામંત્રી અવનીશ તિવારી પર 15 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. યુથ કોંગ્રેસના વાઈસ પ્રેસિડેન્ટ પ્રિન્સ પાંડે અને તેમના સાથીદારોએ લોખંડના સળિયા અને ફટકા વડે માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. પૈસાની લેતી-દેતીના વિવાદમાં સમાધાન કરવા બોલાવી હુમલો કરાયાની વાત સામે આવી. ગંભીર રીતે ઘાયલ અવનીશ તિવારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખેસડાયો છે. છેલ્લા ચાર દિવસથી પૈસાની લેવડ દેવડ અંગે માથાકુટ ચાલતી હતી.
-
કોલેજના વિદ્યાર્થીઓએ ભાડે લીધી થાર, લર્નિગ લાયસન્સ ધારકે થાર ચલાવીને પાંચ વાહનોને લીધી અડફેટે
અમદાવાદ મહેસાણા કલોલ આંબેડકર બ્રિજના સર્વિસ રોડ પર થાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. થારમાં કોલેજના વિદ્યાર્થીઓ હતા. જેઓ કાર ભાડે લાવ્યા હતા. કાર ચલાવનાર પાસે માત્ર લર્નિંગ લાયસન્સ હતું અને કાર બેકાબૂ બનતા ચાર વાહનને ટક્કર મારી હતી. અમદાવાદ મહેસાણા કલોલ આંબેડકર બ્રિજના સર્વિસ રોડ પર એક લક્ઝુરિયસ કારની રફતારે સર્જયો અકસ્માત. બેકાબુ કારે એક સાથે ચાર જેટલા વાહનોની ટક્કર મારતા 2 વર્ષના બાળક સહિત 5 લોકોને ઇજાઓ પહોંચી હતી. થાર ચાલકે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા થોડી વાર માટે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતમાં નાની મોટી ઇજા પામેલા લોકોને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે. સમગ્ર મામલે કલોલ તાલુકા પોલીસ તપાસ હાથ ધરી છે.
-
થાઈલેન્ડની એક શાળામાં અંધાધૂંધ ગોળીબાર
થાઈલેન્ડની એક શાળામાં અંધાધૂંધ ગોળીબારની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. હુમલાખોરોએ અનેક લોકોને બંધક બનાવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.
-
-
AAPમાંથી રાજીનામું આપનાર રાજૂ કરપડાને ભાજપમાં જોડાવવા ધારાસભ્ય પ્રકાશ વરમોરાનું આમંત્રણ
AAPમાંથી રાજીનામું આપનાર ખેડૂત અગ્રણી રાજૂ કરપડાને, ભાજપમાં જોડાવવા માટે ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ આમંત્રણ પાઠવ્યું છે. રાજુભાઇએ ક્યાં કારણોસર રાજીનામું આપ્યું તેની મને ખબર નથી તેમ વરમોરાએ જણાવ્યું હતું. રાજુભાઇએ પરિવર્તન કરવાનું વિચાર્યું છે તો હું તેમને ભાજપમાં જોડાવવા માટે આમંત્રણ આપું છું તેમ વરમોરાએ કહ્યું હતું. આજનો દુશ્મન આવતીકાલનો મતદાર છે અને મતદાર કાર્યકર છે, તે ભાજપની વિચારધારા છે. એક કાર્યકર અને પ્રચારક તરીકે હું રાજુભાઇને ભાજપમાં જોડાવવાનું કહું છું. ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે, ભાજપનો વર્ટિકલ અને હોરીઝોન્ટલ બન્ને તરફ વિસ્તાર થયો છે.
-
સુરત શહેરના જહાંગીરપુરા અને ડભોલીને જોડતા બ્રિજનો એક તરફનો રસ્તો રાત્રિથી 78 દિવસ માટે કરાશે બંધ
સુરત શહેરના જહાંગીરપુરા અને ડભોલીને જોડતો બ્રિજ રાત્રિથી બંધ થશે. જહાંગીરપુરાથી ડભોલી જતો બ્રિજનો એક તરફનો રસ્તો 78 દિવસ માટે બંધ કરાશે. આ બ્રિજ 2011માં ખૂલ્લો મુકાયો હતો. ટેકનિકલ રિપોર્ટમાં બ્રિજને વધુ રિપેરીંગની જરૂરીયાત હોવાની નોંધ કરવામાં આવી છે. જે તે સમયે બ્રિજ રણજીત કન્સ્ટ્રકશન કંપનીએ બનાવ્યો હતો. પરીક્ષા સમયે બ્રિજ બંધ રહેતા બોર્ડના પરીક્ષાર્થીઓને4-5 કિ.મી.નો ચકરાવો થશે. જહાંગીરપુરા અને ડભોલી બન્ને તરફ રહેતા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા જનાર હોવાથી આ વિદ્યાર્થીઓએ પણ આગોતરુ આયોજન કરીને ઘરેથી વહેલા નિકળવુ પડશે. વિદ્યાર્થીઓને ચાર-પાંચ કિલોમીટરનો ચકરાવો થનાર હોવાથી સમય વેડફાશે. જો કે પાલિકા દ્વારા પરીક્ષાના ટાળે જ જહાંગીરપુરા બ્રિજ બંધ રાખતા વાલીઓમાં છુપો રોષ જોવા મળી રહ્યો.
-
સુરતમાં સોશિયલ મીડિયા થકી થઈ મિત્રતા, હોટલમાં કરાયું દુષ્કર્મ, વીડિયો બનાવી કર્યો વાયરલ, FIR થતા આરોપી ઝડપાયો
સુરતની એક યુવતીને સોશિયલ મીડિયા થકી પુરુષ સાથે મિત્રતા કેળવવી ભારે પડ્યું છે. મળવા ના બહાને યુવતીને હોટેલમાં લઇ જઇ બળજબરી દુષ્કર્મ આચર્યું હતું. સ્ટેશન રોડ પર આવેલ હોટલ સિમલામાં બન્યો દુષ્કર્મ બનાવ. એટલું જ નહીં દુષ્કર્મનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ભોગ બનાનર યુવતીએ મહિધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી.
-
રાજસ્થાન કોટાના ગેંગસ્ટર અમન બચ્ચાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઈસ્કોન ચાર રસ્તાથી કરી ધરપકડ
રાજસ્થાન કોટાનો ગેંગસ્ટર અને કુખ્યાત આરોપી અમન બચ્ચા તેમજ તેના એક સાગરીતની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ગઈકાલે ગેંગસ્ટર અમન બચ્ચા અને તેનો સાગરીત અમદાવાદમાં હોવાની માહિતી મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી વેજલપુર વિસ્તારમાં સર્ચ કર્યું હતું, પરંતુ પોલીસ પકડવા આવવાની માહિતી ગેંગસ્ટર આરોપીને મળતા જ બંને નાસી છૂટ્યા હતા. આખરે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઇસ્કોન પાસેથી તેની ધરપકડ કરી છે.
-
થોળ અભયારણ્યમાં 6 ચો.કિ. મી. વિસ્તારમાં 205 પ્રજાતિના 74,452 પક્ષી નોંધાયા
મહેસાણાના થોળ અભયારણ્યમાં પક્ષી ગણતરી પૂર્ણ, 74,452 પક્ષી નોંધાયા. માત્ર 6 ચો.કિમી વિસ્તારમાં 205 પ્રજાતિના પક્ષીઓનો જમાવડો થયો છે. વન વિભાગ અને પક્ષીપ્રેમીઓએ 11 ઝોનમાં કરી ગણતરી. મધ્ય એશિયન ફ્લાયવે પર થોળનું મહત્વ ફરી એકવાર સાબિત થયું છે. પક્ષી ગણતરીને પગલે બે દિવસ પ્રવાસીઓ માટે બંધ હતું અભયારણ્ય. ગણતરીમાં જોડાયેલા તમામ લોકોને અપાયા ભાગીદારી પ્રમાણપત્ર. થોળ વન્યજીવ અભયારણ્યમાં દ્વિવાર્ષિક પક્ષી ગણતરી સફળતાપૂર્વક સંપન્ન થઈ છે.
-
સુરત: રાંદેરમાં ‘ચપ્પલ ચોર’નો આતંક
-
રાહુલ ગાંધીએ એપ્સટિન ફાઇલનો ઉલ્લેખ કરીને પૂછ્યું, “અમેરિકા આપણા નિર્ણયોને કેવી રીતે પ્રભાવિત કરી રહ્યું છે?”
રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કરતા પૂછ્યું, “અમેરિકા આપણા નિર્ણયોને કેવી રીતે પ્રભાવિત કરી રહ્યું છે? તેમણે આપણા કૃષિ ક્ષેત્રને અમેરિકા માટે ખુલ્લું મૂક્યું. સરકારે ખેડૂતો વિશે વિચાર્યું નહીં. તેમને ભારતને વેચવામાં શરમ નથી.” તેમણે કહ્યું, “અમેરિકન ટેરિફ 3% થી વધીને 18% થઈ ગયો છે. પીએમની આંખોમાં ડર દેખાય છે. આના બે કારણો છે: એક એપ્સટિન છે.” સ્પીકરે તેમને અટકાવ્યા. રાહુલ ગાંધીએ કહ્યું, “કેન્દ્ર સરકારનું સંરક્ષણ બજેટ ગૂંગળાવી રહ્યું છે, અને તે શ્રી અદાણી છે. અદાણી કોઈ સામાન્ય ઉદ્યોગપતિ નથી, કે તેમની કંપની નથી. તેમની કંપની પર અમેરિકામાં કેસ ચાલી રહ્યો છે; નિશાન પીએમ છે, અદાણી નહીં. આ કંપની ભાજપનું નાણાકીય માળખું છે.” રવિશંકર પ્રસાદે વાંધો ઉઠાવતા કહ્યું, “ખોટી રજૂઆત એક આદત બની ગઈ છે.” કિરેન રિજિજુએ પણ વાંધો ઉઠાવ્યો. રાહુલ ગાંધીએ આગળ કહ્યું, “અનિલ અંબાણી એક ઉદ્યોગપતિ છે. તે જેલમાં કેમ નથી? કારણ એપ્સટિન ફાઇલ છે.” હરદીપ પુરી એક મંત્રી અને આ ગૃહના સભ્ય છે. રિજિજુએ આનો વિરોધ કર્યો. રવિશંકર પ્રસાદે પણ આનો વિરોધ કર્યો.
-
શું અમેરિકા હવે તેલ ક્યાંથી ખરીદી શકાય તે નક્કી કરશે? – રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે જો બાંગ્લાદેશ કાપડ નિકાસ કરે છે, તો તેના પર શૂન્ય ટેરિફ છે. આપણો કાપડ ઉદ્યોગ પડી ભાંગ્યો છે. અમેરિકન નિકાસમાં વધારો થયો છે, પરંતુ આપણે શું મેળવ્યું છે? ટ્રમ્પે ટેરિફ વધાર્યા. શું અમેરિકા હવે તેલ ક્યાંથી ખરીદી શકાય તે નક્કી કરશે? કોઈ વડા પ્રધાને આવું કર્યું નથી. સુપરપાવરનો યુગ પૂરો થઈ ગયો છે. જો અમેરિકા કહે છે કે તમે અહીં તેલ ખરીદી શકતા નથી, તો તેનો અર્થ એ છે કે ઉર્જા ક્ષેત્રને શસ્ત્ર બનાવવામાં આવી રહ્યું છે. જો અમેરિકા ટેરિફમાં વધારો કરે છે, તો તેનો અર્થ એ છે કે નાણાકીય ક્ષેત્રને શસ્ત્ર બનાવવામાં આવી રહ્યું છે. સરકારને શરમ આવવી જોઈએ.
-
વિશ્વની પરિસ્થિતિઓ ઝડપથી બદલાઈ રહી છે, આજે, ડેટા સૌથી મોટી સંપત્તિ છે – રાહુલ ગાંધી
રાહુલ ગાંધી લોકસભામાં સંબોધન કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ માર્શલ આર્ટ્સથી પોતાનું ભાષણ શરૂ કર્યું, કહ્યું કે તે પકડથી શરૂ થાય છે અને પછી ચોક તરફ આગળ વધે છે. ચોકનું કેન્દ્ર ગળું છે. જ્યારે કોઈ વ્યક્તિ પકડ મેળવે છે, ત્યારે તે તેની આંખોમાં દેખાય છે. તેમણે કહ્યું કે આપણે યુદ્ધના સમયગાળામાં પ્રવેશ કર્યો છે, જેની ઝલક ગાઝા અને ઇઝરાયલમાં જોવા મળી હતી. જૂની સિસ્ટમોને પડકારવામાં આવી રહી છે, અને વિશ્વભરના સંજોગો બદલાઈ રહ્યા છે. આજે, ડેટા સૌથી મોટી સંપત્તિ છે, અને તે AI માટે બળતણ છે.
Rahul Gandhi Warns of Global Instability, Says World Is Entering an “Era of War” | TV9Gujarati#RahulGandhi #Parliament #LokSabha #GlobalPolitics #BreakingNews #IndiaNews #Geopolitics #TV9Gujarati pic.twitter.com/PA7bbxpGru
— Tv9 Gujarati (@tv9gujarati) February 11, 2026
-
દેવભૂમિ દ્વારકા: ખેતરમાં પાણી વાળવા બાબતે ઝઘડો થતાં પતિએ કરી પત્નીની હત્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના સણખલા ગામે ખેતરમાં પાણી વાળવાના ઝઘડામાં પતિએ પત્નીનું કાસળ કાઢી નાખ્યું. આરોપીએ લોખંડના પાવડાથી ઘા મારી તેની પત્નીનું ઢીમ ઢાળ્યું અને શરીરના આંખ અને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચાડી. તપાસમાં આશંકા છે કે તેણે ગળું દબાવ્યું હોવાની પણ શક્યતા છે. પોલીસે પતિને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
-
ગીર સોમનાથ: વેરાવળના ભેટાળી ગામે સિંહે કર્યું પશુનું મારણ
ગીર સોમનાથ: વેરાવળના ભેટાળી ગામે સિંહે પશુનું મારણ કર્યું. સિંહ પરિવારે 2 પશુઓનું મારણ કરતાં લોકોમાં ફફડાટ ફેલાઇ છે. સિંહોએ ગામ વચ્ચે આવેલી ગૌશાળા નજીક 2 પશુની મિજબાની માણી. પશુનું મારણ કરતાં અને મિજબાની માણતાં સિંહોના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. સિંહને અન્યત્ર ખસેડવામાં આવે તેવી સ્થાનિકોની માગ છે.
-
AAPમાંથી રાજુ કરપડાએ આપ્યું રાજીનામું
AAPના નેતા રાજુ કરપડાએ બોટાદના હડદડ ગામમાં કડદા પ્રથાને લઈને ચર્ચા પછી અને સભામાં પથ્થરમારાเหต્ุવાળા ઘટનાના પગલે રાજીનામું આપ્યું છે. કરપડા AAPના કિસાન સેલ સાથે જોડાયેલા રહ્યા હતા અને સ્થાનીક સ્વરાજની ચૂંટણી પહેલા તેમના રાજીનામાથી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. AAP નેતાઓએ જણાવ્યું છે કે ભાજપના દબાણને કારણે કરપડાએ રાજીનામું આપ્યું અને ભાજપ સતત પ્રયત્ન કરે છે કે નેતાઓ તૂટી જાય, જ્યારે ઈસુદાને કહ્યું છે કે “ખેડૂત નેતાઓ પર જેલમાં પણ અત્યાચાર ગુજારવામાં કંઈ બાકી રાખ્યું નથી.”
-
ભરૂચ: અંક્લેશ્વરમાં લેગેસી વેસ્ટ કૌભાંડનો પર્દાફાશ
-
અમદાવાદઃ રખિયાલના ક્વાર્ટરના એક ફ્લેટની ગેલેરીનો ભાગ થયો ધરાશાયી
અમદાવાદઃ રખિયાલના સુખરામનગર સ્લમ ક્વાર્ટરની ઘટના સામે આવી છે. ક્વાર્ટરના એક ફ્લેટની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો. ચારથી પાંચ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી.
-
Stock Market News : આજે નિફ્ટીની સંભવિત દિશા ઉપર તરફ રહેશે
આજે નિફ્ટીની સંભવિત દિશા ઉપર તરફ રહેશે.

-
સરકારી કાર્યક્રમોમાં 6 અંતરા સાથેનું સંપૂર્ણ વંદે માતરમ ફરજીયાત
“જન ગણ મન” રાષ્ટ્રગીતની જેમ, હવે સરકારી કાર્યક્રમોમાં “વંદે માતરમ” ગાવાનું અને વગાડવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો રાષ્ટ્રગીત “વંદે માતરમ” અને રાષ્ટ્રગીત “જન ગણ મન” એકસાથે ગવાય છે અથવા વગાડવામાં આવે છે, તો વંદે માતરમ પહેલા વગાડવામાં આવશે. વધુમાં, ગીત ગાતી વખતે અથવા વગાડતી વખતે શ્રોતાઓએ ધ્યાન કેન્દ્રિત કરીને ઉભા રહેવું આવશ્યક છે.
-
આગામી બજેટને લઈને મુખ્યપ્રધાને બોલાવી બેઠક
આગામી બજેટ સત્રને લઈને મુખ્યપ્રધાને મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. સવારે 10 કલાકે મુખ્યપ્રધાનના નિવાસ્થાને યોજાનારી આ બેઠકમાં કેબિનેટ તથા રાજ્ય કક્ષાના તમામ પ્રધાનો હાજર રહેશે. બેઠકમાં બજેટ સ્પીચ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે તેમજ મુખ્યપ્રધાનની તરફથી બજેટ સત્ર દરમિયાન કયા પ્રધાન કયા મુદ્દાઓ પર સદનમાં ભાષણ આપશે તેની રૂપરેખા નક્કી કરવામાં આવશે. સાથે જ વિભાગવાર સદનમાં પ્રશ્નોના જવાબ કયા પ્રધાનો આપશે તે બાબતે પણ ચર્ચા કરી અંતિમ આયોજન તૈયાર કરવામાં આવશે.
-
કેનેડા: માધ્યમિક શાળામાં ગોળીબારમાં 7 લોકોના મોત, અનેક ઘાયલ
કેનેડામાં ટમ્બલર રિજ માધ્યમિક શાળામાં ગોળીબારમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત અને 27 ઘાયલ થયા. એક ઘરની અંદરથી વધુ બે મૃતદેહ મળી આવ્યા છે, અને તે જોડાયેલા હોવાની શંકા છે.
-
મહેસાણા: સતલાસણા અને જોટાણાનો ગ્રામોત્થાન યોજનામાં સમાવેશ
મહેસાણા જિલ્લામાં આવેલા સતલાસણા અને જોટાણા તાલુકા મથકોને ગ્રામોત્થાન યોજનામાં સામેલ કરવામાં આવતા હવે બંને મથકોમાં શહેર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનશે. નગરપાલિકા ન હોય તેવા આ તાલુકા મથકોનો સર્વાંગી વિકાસ કરવાના હેતુથી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, જેના હેઠળ સતલાસણામાં ૪૬ અને જોટાણામાં ૧૫ વિવિધ વિકાસકામો હાથ ધરાશે. યોજનામાં સીસી રોડ, સ્માર્ટ ક્લાસરૂમ સહિતની આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેથી સ્થાનિક લોકો માટે શિક્ષણ, માળખાકીય સુવિધા અને જીવનસ્તર સુધરે. ગ્રામ્ય કક્ષાએથી શહેર તરફ થતું સ્થળાંતર અટકાવી, ગામડાંમાં જ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
-
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં બજેટ પર સંબોધન કરશે
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં બજેટ પર બોલશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં બજેટ પર બોલશે. તેઓ 12 ફેબ્રુઆરીએ રાજ્યસભામાં તેનો જવાબ આપશે.
Published On - Feb 11,2026 7:47 AM
Skin care: જો હોળીના રંગને કારણે તમારી ત્વચા પર ફોલ્લીઓ થઈ છે, તો આ ઘરેલું ઉપાયોને ફોલો કરો
ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકના લડી લકના ફોટો જુઓ
કુલ અને કોલ્ડ વોટર વચ્ચે શું છે તફાવત? જાણો તેની શરીર પર શું અસર થાય છે
શકીરાનો પરિવાર જુઓ
ભૂલથી પણ આ 5 વસ્તુઓ સીધી ચહેરા પર ન લગાવો
US-Israel Iran War બોલિવુડ સ્ટાર દુબઈમાં ફસાયા, જુઓ ફોટો