કચ્છના રાજ પરિવાર દ્વારા ચાડવા રખાલ ખાતે ઐતિહાસિક વારસો ધરાવતા સરહદી જિલ્લાની શોભામાં અભિવૃદ્ધિ કરતા 51 શક્તિપીઠ સાથેનું મોમાઇ માતાજીનું મંદિર 7 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે.
1 / 5
જેની પ્રાણ પ્રતિષ્ઠા થોડા દિવસોમાં ધાર્મિક વિધિ વિધાન સાથે યોજાશે. તમને જણાવી દઈએ કે,અહીંના રાજા સદગત પ્રાગમલજી ત્રીજાએ માતાજીના મંદિર નિર્માણનો સંકલ્પ લીધો હતો અને વર્ષ 2017માં તેનું બાંધકામ શરૂ કરાવ્યું હતું. જે બાદ આ મંદિર સાડા ચાર વર્ષના સમયગાળામાં મહારાણી પ્રીતિદેવીબાના માર્ગદર્શન હેઠળ પુર્ણ થયુ છે.
2 / 5
તમને જણાવી દઈએ કે, ભુજથી25 કિલોમીટર દૂર નખત્રાણા ધોરીમાર્ગ પર આવતા સામત્રા ગામની અંદર કુદરતી વાતાવરણ સ્થિત ચાડવા રખાલમાં સંપૂર્ણ પથ્થરથી બનેલું શિખરબંધ મંદિર એક એકરમાં નિર્માણ પામ્યું છે. મંદિરની ચોકોર 51 શક્તિપીઠની સાથે અર્ધ નાગેશ્વરની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે.
3 / 5
આ ઉપરાંત મંદિરમાં મોમાઇ માતાજી, ત્રિપુરા સુંદરી, હિંગળાજ માતાજી, કાલિકા માતાજી રુદ્રાણી માતાજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. મંદિરના દર્શને આવનાર ભાવિકો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ રહેશે.
4 / 5
ચાડવા રખાલનો જંગલમાં આવેલો વિસ્તાર રાજ પરિવારના નામે છે. જ્યાં 10 એકરમાં રમણીય તળાવ આવેલું છે. જેમાં 150થી વધુ મગર આવેલા છે. મોટાભાગે પ્રકૃતિપ્રેમી અને શહેરીજનો અહીં ફરવા માટે આવતા હોય છે.