પરમ સુંદરી કૃતિ સેનનની આ સ્ટાઈલ જોઈ ચાહકો થયા દિવાના
કૃતિ સેનને તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરીને ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. જેને જોઈને ચાહકો દિવાના થયા છે. તાજેતરમાં, ફરી એકવાર કૃતિએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની ગ્લેમરસ તસવીરો શેર કરી છે. જેમાં તે બ્લૂ સાડીમાં દેખાઈ રહી છે.

કૃતિ સેનન બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. તેની શાનદાર ફિલ્મોની સાથે અભિનેત્રી તેના લુકને કારણે પણ હમેશા ચર્ચામાં રહે છે.

લાખો લોકો કૃતિની સુંદરતા અને સ્ટાઈલથી વાખેફ છે અને હંમેશા તેની એક ઝલક જોવા માટે ઉત્સુક છે.

કૃતિ તેના સોશિયલ મીડિયા પર દરરોજ તેની સુંદર તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરીને દરેકનું ધ્યાન આકર્ષિત કરે છે.

તાજેતરમાં, ફરી એકવાર કૃતિએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની ગ્લેમરસ તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ તસવીરોમાં કૃતિએ બ્લૂ રંગની ટ્રાન્સપરન્ટ સાડી પહેરી છે જેને ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરી છે.

કાનમાં ડાયમંડની બુટ્ટી અને સોફ્ટ કર્લી ઓપન હેર અભિનેત્રીની સુંદરતામાં વધારો કરી રહી છે. તેણે સ્મોકી મેકઅપ સાથે પોતાનો ગ્લેમરસ લુક કંપ્લીટ કર્યો છે.

કૃતિ સેનને આ બોલ્ડ અને ગ્લેમરસ ફોટા પોસ્ટ કર્યા અને કેપ્શન પણ આપ્યું છે. અભિનેત્રીના આ સાડી લુક પર ફેન્સ દિવાના થયા છે.
