Knowledge: બિયરની બોટલનો રંગ લીલો અથવા બ્રાઉન જ કેમ હોય છે? જાણો આ અહેવાલમાં
Beer Drinking: શું તમે ક્યારેય વિચાર્યું છે કે બિયરની બોટલનો રંગ માત્ર બ્રાઉન કે લીલો જ કેમ હોય છે. આવો તમને જણાવીએ આ પાછળનું મુખ્ય કારણ શું છે...

આલ્કોહોલના ઘણા પ્રકાર હોય છે અને પીનાર તેની ઈચ્છા અનુસાર તેને પસંદ કરે છે. આમાંની એક બીયર છે જે મોટાભાગે લીલા અથવા બ્રાઉન રંગની બોટલોમાં પીરસવામાં આવે છે. શું તમે ક્યારેય વિચાર્યું હશે કે બોટલનો રંગ એકસરખો કેમ રાખવામાં આવે છે.

બિયરની બોટલનો રંગ લીલો કે બ્રાઉન હોવા પાછળનું કારણ ઘણું જૂનું છે. ઇજિપ્તમાં બિયરની બોટલનું ઉત્પાદન શરૂ થયું હતું. કંપનીઓને જાણવા મળ્યું કે પારદર્શક બોટલ પર સૂર્યપ્રકાશ એસિડને નુકસાન પહોંચાડે છે.

સૂર્યપ્રકાશમાં યુવી કિરણો હોય છે, જેના કારણે બોટલમાં હાજર એસિડને નુકસાન થવા લાગ્યું. અહેવાલો અનુસાર, તે સમયે બિયરમાં સ્વાદની ઉણપને કારણે લોકોએ તેને પીવાનું બંધ કરી દીધું હતું.

કંપનીઓને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેઓ આ સમસ્યાને દૂર કરવા માટે ઉપાયો શોધવા લાગ્યા. અંતે બોટલનો રંગ લીલો, બ્રાઉન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો.

આ રંગની બોટલને કારણે બિયરનો સ્વાદ નથી બગડતો. આજે દુનિયામાં આલ્કોહોલ પીનારા 80 ટકા લોકો બિયર પીવાનું પસંદ કરે છે.