Knowledge: ટોપીઓ પર શા માટે હોય છે બટન, તેમને શું કહેવામાં આવે છે અને તેનું કાર્ય શું છે, જાણો તેની પાછળનું કારણ
બટનવાળી કેપ્સને બેઝબોલ કેપ્સ (Baseball Caps) કહેવામાં આવે છે. કારણ કે બેઝબોલ ખેલાડીઓ આવી ટોપી પહેરે છે. જો કે ક્રિકેટ અને અન્ય રમતોના ખેલાડીઓ પણ આવી કેપ્સ પહેરે છે.

શું તમે ક્યારેય ટોપી પહેરી છે? ઘણા લોકો ટોપી પહેરવાના શોખીન હોય છે. ઉનાળામાં ઘણા લોકો તડકાંથી બચવા ટોપી પણ પહેરે છે. ખાસ કરીને ખેલાડીઓ કેપ પહેરે છે. શું તમે ક્યારેય નોંધ્યું છે કે કેપની ટોચ પર એક બટન લાગેલું હોય છે? શું તમે જાણો છો કે તે શું કહેવાય છે અને તે શા માટે લગાવવામાં આવે છે?

અહેવાલો અનુસાર, બટનવાળી કેપ્સને 'બેઝબોલ કેપ્સ' કહેવામાં આવે છે. કારણ કે બેઝબોલ ખેલાડીઓ આવી ટોપી પહેરે છે. જો કે ક્રિકેટ અને અન્ય રમતોના ખેલાડીઓ પણ આવી કેપ્સ પહેરે છે. અન્ય શોખ માટે, ઘણા લોકો આવી ટોપી પહેરે છે. ઉનાળામાં તડકાથી બચવા માટે પણ લોકો તેનો ઉપયોગ કરે છે. શું તમે જાણો છો કે ટોપીના ઉપરના બટનને શું કહેવામાં આવે છે?

વાસ્તવમાં, કેપ્સની ટોચ પરના બટનોને 'squatchee' અથવા 'squatcho' કહેવામાં આવે છે. તમે વિચારતા જ હશો કે આવું વિચિત્ર નામ શા માટે? ખરેખર, બેઝબોલ પ્લેયર અને કોમેન્ટેટર બોબ બ્રેઈનલી દ્વારા બેઝબોલ કેપની ઉપરના આ બટનને આ વિચિત્ર નામ આપવામાં આવ્યું હતું. તેણે 1980ના દાયકામાં તેના સાન ફ્રાન્સિસ્કો ટીમના સાથી, માઇક ક્રુકો પાસેથી આ નામ સાંભળ્યું હતું.

માઈકે આ શબ્દ પિટ્સબર્ગના બુકસ્ટોરમાં એક પુસ્તકમાં વાંચ્યો હતો. આ શબ્દો ડિક્શનરીમાં હોવા જોઈએ, પણ ન હતા. પુસ્તકમાં જ્યાં માઈકે squaccho શબ્દ વાંચ્યો હતો, આ શબ્દનો અર્થ કેપ પરનું બટન હતું. ત્યારથી આ નામ ખૂબ જ લોકપ્રિય બન્યું છે.

કેપનો ઉપરનો ભાગ વિવિધ કાપડને જોડીને બનાવવામાં આવે છે. જ્યાં તમામ ટુકડાઓ કેપની ટોચ પર જમા થાય છે, ત્યાં કાં તો છિદ્ર અથવા વિચિત્ર સાંધો દેખાતો હોય છે. તે ખરાબ લાગે છે. તેને ઢાંકવા અને કેપના દેખાવને સુંદર બનાવવા માટે, ગોળાકાર બટન જેવું લગાવવામાં આવે છે. (Image-Pexels)