Breaking News : સિંહ યુગલની પાછળ ચાલ્યો, બુમો પાડી….ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહની પજવણીનો Video વાયરલ
સોશિયલ મીડિયા પર સિંહની પજવણી કરતા વીડિયો અનેક વખત વાયરલ થતાં હોય છે. આ વીડિયોથી સિંહ પ્રેમીઓમાં ખુબ જ નારાજગી જોવા મળે છે.ગીર વિસ્તારમાં વધુ એક સિંહ પજવણીનો વીડિયો વાયરલ થયો છે.
ગીર વિસ્તારમાં વધુ એક સિંહ પજવણીનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો જંગલ અને રેવન્યુ વિસ્તાર નો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સિંહ યુગલની પજવણી કરનાર શખ્સો સિંહ ને જાંબોના નામ થી બોલાવી રહ્યા છે,સબ સલામત ના દાવા કરતા વન વિભાગ માટે આ સિંહ યુગલ ની પજવણીનો વાયરલ વીડિયો પડકારજનક કહી શકાય છે.
જસાધાર રેન્જના RFOએ જણાવ્યું કે આ વાયરલ વીડિયોની તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવશે. વાઇરલ વીડિયોની તપાસ કરવા RFO સ્ટાફને સૂચના આપવામાં આવી છે. વીડિયો ક્યાં વિસ્તારનો છે તેની તપાસ કરી જવાબદાર સામે પગલા ભરવામાં આવશે.તમને જણાવી દઈએ કે,સાસણ ગીર અભ્યારણ્ય દર વર્ષે ચોમાસા દરમિયાન નિર્ધારિત સમય માટે પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે. આ વર્ષે પણ 23 જૂનથી અભ્યારણ્યને અસ્થાયી રીતે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સિંહોની પજવણીનો વીડિયો
અમરેલી જિલ્લામા સિંહોની પજવણી કરતા અનેક વિડીયો વારંવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોય છે, સિંહની પજવણીનો વાયરલ થતાં સિંહ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે.અલગ અલગ રેન્જના અધિકારીઓ પણ આ વીડિયો ક્યા વિસ્તારનો છે. તેના વિશે તપાસ હાથ ધરી છે. આ પજવણી કરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
