Rajkot Gondal Breaking News : ગોંડલમાં પાઇપલાઇન વારંવાર તૂટતા તંત્ર સામે લોકોનો રોષ ! જુઓ Video
રાજકોટ ગોંડલ નજીક ફરી એકવાર પાણીની પાઇપલાઇન તૂટી. પાણીની પાઇપલાઇન તૂટવાથી આશરે હજારો લીટર પાણીનો વેડફાટ રસ્તા પર જોવા મળ્યો છે. થોડીવાર માટે હાઈવે પરના વાહન પ્રભાવિત થયા હતા.
રાજકોટ જિલ્લાના ગોંડલ નજીક ફરી એકવાર ભાદર પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે. રામદ્વારથી ઉમવાળા ચોકડી તરફ જતા સર્વિસ રોડ પર આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ભારે પાણીના પ્રેશરના કારણે ડામર રોડ પણ તૂટી ગયો છે. પાણીના ફુવારા ઉડતા જોવા મળ્યા છે. પાણી સાથે કાંકરા અને ધૂળ પણ ઉડતા જોવા મળ્યા છે. વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
વાહનો થયા હતા પ્રભાવિત
પાણીની પાઇપલાઇન તૂટી જવાથી વિઝિબિલિટી ઓછી થઈ હતી. વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ ઘટનાને કારણે રસ્તા પરથી પસાર થતા વાહનો પ્રભાવિત થયા હતા. પાણીનું પ્રેશર ઘટતા બાદ ફુવારા બંધ થઈ ગયા હતા અને સ્થિતિ સામાન્ય થતાં વાહન વ્યવહાર ફરીથી પૂર્વવત થઈ ગયો છે. આવી ઘટનાઓ વારંવાર બનતી હોવાથી રસ્તા અને પાણી પુરવઠા વ્યવસ્થાની ગુણવત્તા પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. ગોંડલ પંથકમાં પાઇપલાઇન વારંવાર તૂટવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેને પગલે તંત્રની કામગીરી સામે સ્થાનિક લોકનો ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો, Saputara weather: ડાંગમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર, સાપુતારામાં આહલાદક વાતાવરણ, પહાડો પર ધુમ્મસની ચાદર, જુઓ Video
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
