AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Patan Breaking News : પાટણ જિલ્લાના સમિના સોનાર ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો ! જુઓ Video

Patan Breaking News : પાટણ જિલ્લાના સમિના સોનાર ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો ! જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2026 | 1:22 PM
Share

સમિના સોનાર ગામની સીમ નજીક ગૌચરની ખાડીમાં ખાનગી કંપની દ્વારા કેમિકલ ઠાલવવામાં આવ્યું છે. ત્યારબાદ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. કેમિકલ ઠલવાતા ખાડીનું પાણી ગુલાબી રંગનું થઈ ગયું છે. તેનાથી ખેતરોને ભારે નુકસાન પહોંચ્યું છે.

પાટણ જિલ્લાના સમિના સોનાર ગામની સીમ નજીક ગૌચરની ખાડીમાં ખાનગી કંપની દ્વારા કેમિકલ ઠાલવવામાં આવ્યું છે. કેમિકલ ઠાલવવામાં આવ્યા બાદ ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. કેમિકલ ઠલવાતા પાણી ગુલાબી રંગનું થઈ ગયું છે. તેનાથી ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઘટનાને કારણે આસપાસના ખેતરોમાં પણ કેમિકલની અસર થઈ છે. કેમિકલની દુર્ગંધ ફેલાતા કેટલાક ગ્રામજનો અને ખેડૂતોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.

ગ્રામજનોની રજૂઆત બાદ તંત્ર આવ્યું હરકતમાં

ઘટનાની જાણ થતા જ GPCB, SDM, મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. ગ્રામજનોની રજૂઆત બાદ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. GPCBની ટીમ દ્વારા ખાડીના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. સાથે જ આસપાસના ખેતરોમાંથી માટીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. જેથી પ્રદૂષણની અસરનો અંદાજ લગાવી શકાય. આ ઘટનાને લઈને ગ્રામજનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર રોષ જોવા મળ્યો છે. ગ્રામજનો અને ખેડૂતો આ અંગે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. હાલમાં તંત્ર દ્વારા સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો, Breaking News: હાઇકોર્ટની કડક કાર્યવાહી, શિક્ષણ વિભાગના સચિવને 1 લાખનો વ્યક્તિગત દંડ, Watch Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">