AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વારંવાર થતો કિડની સ્ટોન વધારી શકે છે ‘મોટી મુશ્કેલી’, બચવા માટે અપનાવો આ ‘5 સરળ ટિપ્સ’

પેટના નીચેના ભાગમાં થતો અસહ્ય દુખાવો કિડની સ્ટોન એટલે કે પથરીનો સંકેત હોઈ શકે છે. સામાન્ય લાગતી આ સમસ્યા જો વારંવાર થાય, તો કિડની ખરાબ થવાનું જોખમ વધી જાય છે. એવામાં કિડનીને હંમેશાં સ્વસ્થ રાખવા માટે હેલ્થ એક્સપર્ટે ખાનપાન અને લાઈફસ્ટાઈલને લગતી કેટલીક ખૂબ જ મહત્વની અને સરળ ટિપ્સ આપી છે, જે દરેક વ્યક્તિએ જાણવી જરૂરી છે.

| Updated on: Jul 12, 2026 | 8:22 PM
Share
કિડનીમાં પથરી (સ્ટોન) થવા પર પેટમાં દુખાવો થાય છે, ખાસ કરીને પેટના નીચેના ભાગમાં ખૂંચે તેવો દુખાવો થાય છે. આમ તો આ વાત દરેક વ્યક્તિ જાણે છે પરંતુ મોટાભાગના લોકો એ નથી જાણતા કે, વારંવાર કિડનીમાં પથરી બનવાથી કિડની ખરાબ થવાની શક્યતા વધી જાય છે. એવામાં કિડનીને હેલ્ધી રાખવા માટે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ? આ  સવાલ દરેકના મનમાં હોય છે.

1 / 6
કિડનીમાં પથરીની સમસ્યા અનિયમિત જીવનશૈલી, ખરાબ ખાનપાન અને ઓછું પાણી પીવાના કારણે થાય છે. આ સિવાય જંક ફૂડનું સેવન, ઓક્સાલેટવાળા આહારનું સેવન અને ડાયટમાં ખૂબ વધારે મીઠાનો ઉપયોગ પણ તેના મુખ્ય કારણોમાંનું એક છે.

2 / 6
કિડનીને હેલ્ધી રાખવા માટે તમારા ડાયટમાં ડેરી પ્રોડક્ટ્સનો એડ (Add) કરો. તમે એક વાટકી દહીં અથવા એક ગ્લાસ દૂધનું સેવન કરો. આમાં રહેલું નેચરલ કેલ્શિયમ, આહારના ઓક્સાલેટને બાઈન્ડ (બાંધવાનું કામ) કરે છે અને કિડની સ્ટોનના જોખમને કંટ્રોલ કરે છે.

3 / 6
કિડનીને ડિટોક્સ કરવા માટે રોજ સવારે એક ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુ નીચોવીને પીવો. લીંબુમાં રહેલું વિટામિન C અને ડિટોક્સિફાઈંગ ગુણો કિડનીમાં જમા થયેલા કચરાને યુરિન (પેશાબ) દ્વારા ફિલ્ટર કરવામાં મદદ કરે છે.

4 / 6
કિડનીમાં પથરીની સમસ્યા ન થાય, તો જરૂરી છે કે તમે તમારા ડાયટનું ખાસ ધ્યાન રાખો. તમે તમારા ડાયટમાં પાલક, બદામ, બીટરૂટ (બીટ), ચોકલેટ, ચા અને સલગમ જેવા ઓક્સાલેટ રિચ (વધુ ઓક્સાલેટ ધરાવતા) આહારને એડ (Add) ન કરો. આ ખોરાક પથરીની સમસ્યાને વધુ ઝડપથી વધારી શકે છે.

5 / 6
કિડનીમાં પથરી ન થાય તે માટે ખૂબ પાણી પીવો. દર કલાકે એક ગ્લાસ પાણીનું સેવન કરો. પાણી પીવાથી શરીરમાં જમા થયેલા ટોક્સિન્સ (ઝેરી તત્વો) સરળતાથી બહાર નીકળી જાય છે, જેનાથી પથરીની સમસ્યા ટળી જાય છે. જો તમે કેલ્શિયમ સપ્લીમેન્ટ્સ (દવાઓ) લો છો, તો તેનો ઉપયોગ બહુ વધારે ન કરો. ડોક્ટરની સલાહ પર જ તેનો ઉપયોગ કરો, કારણ કે આનાથી પણ પથરીની સમસ્યા વધે છે.

6 / 6

Lip Care: શું તમારા હોઠ વારંવાર ફાટી જાય છે ? આ પોષક તત્વોનો અભાવ તેનું કારણ હોઈ શકે છે

Follow Us
g clip-path="url(#clip0_868_265)">