AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanyadan History : સૌથી પહેલું કન્યાદાન કોણે કર્યું? જાણો દીકરીની વિદાયની પરંપરાનો રસપ્રદ ઇતિહાસ

કન્યાદાનને હિન્દુ લગ્નની સૌથી પવિત્ર અને લાગણીસભર વિધિઓમાંની એક માનવામાં આવે છે. આ પ્રસંગે માતા-પિતા પોતાની પુત્રીનો હાથ વરરાજાના હાથમાં સોંપીને તેના નવા જીવનની શરૂઆત માટે આશીર્વાદ આપે છે.

| Updated on: Aug 21, 2026 | 3:54 PM
Share
ભારતીય લગ્નોમાં વિવિધ ધાર્મિક અને પારિવારિક વિધિઓનું વિશેષ મહત્વ હોય છે. આ તમામ વિધિઓમાં કન્યાદાનને ખૂબ જ પવિત્ર અને ભાવનાત્મક માનવામાં આવે છે. આ પ્રસંગે કન્યાના માતા-પિતા પોતાની પુત્રીનો હાથ વરરાજાને સોંપે છે અને તેના નવા જીવન માટે સુખી ભવિષ્યના આશીર્વાદ આપે છે.

1 / 7
પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કન્યાદાનની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ હતી? સૌથી પહેલા કોને પોતાની પુત્રીનું કન્યાદાન કર્યું હતું અને લગ્ન બાદ પુત્રીને વિદાય આપીને સાસરે મોકલવાની પરંપરા ક્યાંથી શરૂ થઈ? ચાલો આજે આ રસપ્રદ પરંપરાના ઇતિહાસ વિશે સરળ ભાષામાં જાણીએ.

2 / 7
હિન્દુ ધાર્મિક માન્યતાઓ મુજબ, સૌથી પહેલું કન્યાદાન દક્ષ પ્રજાપતિએ કર્યું હતું. પૌરાણિક કથાઓમાં જણાવવામાં આવે છે કે દક્ષ પ્રજાપતિની 27 પુત્રીઓ હતી અને તેમના લગ્ન ભગવાન ચંદ્ર સાથે થયા હતા. આ 27 પુત્રીઓને 27 નક્ષત્રોનું પ્રતીક પણ માનવામાં આવે છે. માન્યતા છે કે દક્ષ પ્રજાપતિએ પોતાની પુત્રીઓને સૃષ્ટિની પરંપરા અને વ્યવસ્થા આગળ વધારવા માટે ભગવાન ચંદ્રને સોંપી હતી. બાદમાં આ માન્યતા લગ્નની કન્યાદાન વિધિ સાથે જોડાઈ ગઈ.

3 / 7
કન્યાદાન શબ્દ બે શબ્દોથી બનેલો છે, જેમાં ‘કન્યા’ એટલે પુત્રી અને ‘દાન’ એટલે અર્પણ કરવું. લગ્નની આ પવિત્ર વિધિ દરમિયાન કન્યાના પિતા પોતાની પુત્રીનો હાથ વરરાજાના હાથમાં સોંપે છે. ત્યારબાદ વરરાજા પત્નીની સંભાળ રાખવાનું, તેની જવાબદારી સ્વીકારવાનું અને જીવનભર તેને માન-સન્માન તથા પ્રેમ આપવાનું વચન આપે છે. આ સમગ્ર વિધિ દરમિયાન વૈદિક મંત્રોનું ઉચ્ચારણ પણ કરવામાં આવે છે.

4 / 7
લગ્ન પછી દીકરીને વિદાય આપીને તેના સાસરે મોકલવાની પરંપરા પ્રાચીન હિન્દુ લગ્ન રિવાજો સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે. ધાર્મિક કથાઓ મુજબ દક્ષ પ્રજાપતિએ પોતાની 27 પુત્રીઓના લગ્ન ચંદ્ર દેવ સાથે કરાવ્યા હતા. આ પૌરાણિક કથાને દીકરીને લગ્ન બાદ પતિના ઘરે મોકલવાની પરંપરા સાથે પણ જોડવામાં આવે છે. સમય પસાર થતાં આ રિવાજ હિન્દુ લગ્નોની પરંપરાનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો, જેમાં માતા-પિતા પોતાની દીકરીને વિદાય આપીને તેના નવા વૈવાહિક જીવન માટે સાસરે મોકલે છે.

5 / 7
ભારતના અલગ-અલગ પ્રદેશોમાં કન્યાદાનની વિધિ અલગ રીતે કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં કન્યા પોતાનો હાથ પિતાની હથેળી પર રાખે છે અને વરરાજા પોતાનો હાથ તેની ઉપર રાખે છે. ત્યારબાદ પવિત્ર જળ રેડવાની વિધિ કરવામાં આવે છે. ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં કન્યાનો હાથ કળશ પર રાખવામાં આવે છે અને વરરાજા તેનો હાથ પકડી રાખે છે. આ દરમિયાન ફૂલો, ગંગાજળ અને પાનનો ઉપયોગ કરીને વૈદિક મંત્રોનું ઉચ્ચારણ થાય છે. પછી કન્યા અને વરરાજાને એકબીજા સાથે જોડીને સાત ફેરાની વિધિ કરવામાં આવે છે.

6 / 7
( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.)

7 / 7

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">