AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે ક્યાં રોકવા પૈસા? 3-5 વર્ષના રોકાણ માટે એક્સપર્ટની આ ખાસ સલાહ ચૂકતા નહીં

ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ઉતાર-ચઢાવ વચ્ચે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે, આ કન્સોલિડેશન રોકાણકારો માટે એક મોટી તક બની શકે છે. હવે સવાલ એ જ છે કે, શું ખરેખર આ સમય મિડકેપ અને સ્મોલકેપ ફંડ્સમાં ફરીથી રોકાણ શરૂ કરવાનો છે?

| Updated on: Aug 21, 2026 | 10:15 PM
Share
ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા કન્સોલિડેશને ભલે મોટા ઈન્ડેક્સમાં બહુ મોટો ઘટાડો ન દર્શાવ્યો હોય પરંતુ બજારની અંદર ઘણા મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં સારા એવા કરેક્શન જોવા મળ્યા છે. એવામાં શું હવે મિડકેપ અને સ્મોલકેપમાં ફરીથી રોકાણ શરૂ કરવાનો સમય આવી ગયો છે? ફ્રેન્કલિન ટેમ્પલટનના VP અને પોર્ટફોલિયો મેનેજર-ઈન્ડિયા ઈક્વિટી અખિલ કલ્લુરીના જણાવ્યા અનુસાર, વર્તમાન સમયમાં પસંદગીના મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં રોકાણ વધારવા પર વિચાર કરી શકાય છે.

1 / 8
તેમનું કહેવું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં બજારના મોટા ઈન્ડેક્સ ભલે એક સીમિત દાયરામાં રહ્યા હોય પરંતુ બજારની અંદર ઘણા શેર્સમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. તેના લીધે કેટલીક કંપનીઓ હવે પહેલાની સરખામણીમાં વધુ આકર્ષક વેલ્યુએશન પર ઉપલબ્ધ છે. ખાસ કરીને કેટલીક પસંદગીની મિડકેપ અને સ્મોલકેપ કંપનીઓની કમાણી (અર્નિંગ્સ) માં પણ સુધારો જોવા મળી રહ્યો છે.

2 / 8
વેલ્યુ રિસર્ચના તાજેતરના વિશ્લેષણથી પણ જાણવા મળે છે કે, ઈન્ડેક્સની નબળાઈ અને રોકાણકારોના વાસ્તવિક રિટર્નમાં તફાવત રહ્યો છે. વેલ્યુ રિસર્ચ મુજબ, H1 2026 માં સેન્સેક્સમાં લગભગ 9.7%નો ઘટાડો આવ્યો પરંતુ એક વર્ષ દરમિયાન Mid Cap ફંડ કેટેગરીના રોકાણકારોને લગભગ 10.4% અને Small Cap ફંડ કેટેગરીના રોકાણકારોને 9.7%નું વાર્ષિક રિટર્ન મળ્યું. બે વર્ષના આધારે પણ બંને કેટેગરીમાં રોકાણકારોનું વાસ્તવિક રિટર્ન પોઝિટિવ રહ્યું. આ એ વાતનો સંકેત છે કે, સમગ્ર બજાર કે મોટા ઈન્ડેક્સના પ્રદર્શનને જોઈને મિડકેપ અને સ્મોલકેપમાં રોકાણની પૂરી તસવીર સમજી શકાતી નથી. હવે આનો અર્થ એ પણ નથી કે, દરેક મિડકેપ કે સ્મોલકેપ શેર સારું પ્રદર્શન કરશે.

3 / 8
કલ્લુરીનું માનવું છે કે, મોટા માર્કેટ ઈન્ડેક્સનું વેલ્યુએશન હજુ પણ મોંઘું દેખાઈ શકે છે. જો કે, જૂના વેલ્યુએશન સાથે સીધી સરખામણી કરતી વખતે એ ધ્યાન રાખવું જરૂરી છે કે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બજારમાં ઘણી નવી કંપનીઓ લિસ્ટ થઈ છે. એવામાં સમગ્ર ઈન્ડેક્સના વેલ્યુએશનને જોઈને એ તારણ કાઢવું યોગ્ય નહીં ગણાય કે દરેક મિડકેપ અને સ્મોલકેપ શેર મોંઘો છે. કલ્લુરીના મતે, વર્તમાન કન્સોલિડેશન લાંબાગાળાના રોકાણકારોને ધીમે-ધીમે રોકાણ વધારવાની તક આપી રહ્યું છે.

4 / 8
કલ્લુરીના જણાવ્યા અનુસાર, લાંબાગાળાના રોકાણકારો માટે ઈક્વિટી, ડેટ, કમોડિટી અને શક્ય હોય તો ઈન્ટરનેશનલ એસેટ્સની પોર્ટફોલિયોમાં મહત્વની ભૂમિકા હોય છે. તમામ એસેટ્સમાં યોગ્ય એલોકેશનથી જોખમ ઘટાડવામાં અને અલગ-અલગ માર્કેટ સાયકલમાં વધુ સારું રિસ્ક-એડજસ્ટેડ રિટર્ન મેળવવામાં મદદ મળી શકે છે. 3 થી 5 વર્ષની સમયસીમા ઈક્વિટીમાં ખૂબ વધારે રોકાણ માટે પૂરતી માનવામાં આવતી નથી. તેથી એક બેલેન્સ્ડ કે હાઇબ્રિડ એપ્રોચ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે, જેમાં ઈક્વિટીની સાથે યોગ્ય પ્રમાણમાં ડેટ પણ જોડાયેલ હોય. ડેટમાં રોકાણ કરવાથી રોકાણકાર ઈક્વિટી બજારના ઉતાર-ચઢાવ દરમિયાન ધીરજ જાળવી શકે છે. સાથે જ, બજારમાં ઘટાડાનો ફાયદો ઉઠાવીને ધીમે-ધીમે ઈક્વિટીમાં પોતાનું ફાળવણી (એલોકેશન) વધારી શકે છે.

5 / 8
વર્તમાન માર્કેટ સાયકલને જોતાં, અત્યારે ઈક્વિટીમાં તબક્કાવાર રીતે રોકાણ વધારવાની સારી તક છે. તેનું મુખ્ય કારણ કંપનીઓની કમાણીમાં સુધારાની અપેક્ષા અને શેર્સનું પહેલાની સરખામણીમાં વધુ આકર્ષક વેલ્યુએશન હોવું છે. મિડકેપ અને સ્મોલકેપ ફંડમાં રોકાણ કરનારા રોકાણકારો માટે અખિલ કલ્લુરીએ SIPને વધુ સારો રસ્તો બતાવ્યો છે. તેમનું કહેવું છે કે,  SIP થી બજારમાં ઉતાર-ચઢાવ દરમિયાન રોકાણને અલગ-અલગ સ્તરો પર ફેલાવી શકાય છે. તેનાથી ખોટા સમયે પૂરી રકમ રોકાણ કરવાનું જોખમ ઘટે છે. બીજી તરફ, જો રોકાણકાર ડાયવર્સિફાઇડ કે બ્રોડર માર્કેટ ફંડમાં રોકાણ કરી રહ્યો હોય, તો વર્તમાન બજાર ચક્રને જોતાં પોતાની મૂડીનો કેટલોક હિસ્સો લમ્પસમ (એકસાથે) રોકાણ દ્વારા પણ લગાવી શકાય છે.

6 / 8
વર્તમાન સ્થિતિમાં સવાલ એ નથી કે, મિડકેપ અને સ્મોલકેપમાં એકસાથે પૂરી રકમ લગાવી દેવી કે પૂરી રીતે બજારથી બહાર રહેવું? એક્સપર્ટની રાયનો સંકેત છે કે, પસંદગીની કંપનીઓમાં વેલ્યુએશન અને અર્નિંગ્સને જોતાં ધીમે-ધીમે રોકાણ વધારવું વધુ વ્યવહારુ વ્યૂહરચના હોઈ શકે છે. ખાસ કરીને એવા સમયે જ્યારે બજારમાં ઉતાર-ચઢાવ ચાલુ હોય, SIP દ્વારા રોકાણ કરવાથી રોકાણકાર અલગ-અલગ બજાર સ્તરો પર પૈસા લગાવી શકે છે.

7 / 8
બીજી તરફ, રોકાણ કરતા પહેલા કંપનીની અર્નિંગ્સ, વેલ્યુએશન અને બિઝનેસની ગુણવત્તા જોવી જરૂરી છે. જો કે, મિડકેપ અને સ્મોલકેપ ફંડમાં લાર્જકેપની સરખામણીએ વધુ જોખમ હોય છે. એવામાં માત્ર તાજેતરના ઘટાડાને જોઈને એ માની લેવું યોગ્ય નથી કે, તમામ શેર કે ફંડ હવે સસ્તા થઈ ગયા છે. ખાસ તક અને સિસ્ટમેટિક રીતે કરવામાં આવેલું રોકાણ બજારની વર્તમાન પરિસ્થિતિમાં વધુ મહત્વપૂર્ણ બની શકે છે.

8 / 8
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

હાથમાં છે ‘₹10 લાખ’ ? આ ખાસ ટ્રિકથી બની શકે છે ₹70 લાખનું ‘મોટું ફંડ’, જાણો બમ્પર રિટર્ન મેળવવાની ‘બેસ્ટ સ્ટ્રેટેજી’

Follow Us
વિરમગામના 3 હજારથી વધુ રહીશોને હાઈકોર્ટમાંથી ન મળી રાહત

દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ કરી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની

ન્યૂયોર્કમાં CMની વન-ટુ-વન બેઠકોનો દૌર, જુઓ Video

શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બોટાદમાં 35થી વધુ બાળકો અચાનક પડ્યા બીમાર

Trending Video: ચાલતી મેટ્રોમાં ચારેય બાજુ સરકવા લાગ્યા સાપ જેવા જીવો

વડોદરાની રેસ્ટોરન્ટ્સમાં જીવાત-ગંદકીનો પર્દાફાશ, TV9 નો રિપોર્ટ જુઓ

દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશત! શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા કરાઈ અપીલ

બાળકોની તબિયત લથડતા પેપરમિલ સામે વાલીઓનો રોષ, શાળા બહિષ્કારની ચીમકી

સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની તવાઈ,280 હોટલમાં તપાસ હાથ ધરી

ભાવનગર લઠ્ઠાકાંડથી 61 વ્યક્તિઓને અસર
ભાવનગર લઠ્ઠાકાંડથી 61 વ્યક્તિઓને અસર
g clip-path="url(#clip0_868_265)">