AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ ખતરામાં, આ દિગ્ગજે કરી બરાબરી, ઈતિહાસ રચવાથી એક ડગલું દૂર

ઈંગ્લેન્ડનો ટેસ્ટ કેપ્ટન જો રૂટે સચિન તેંડુલકરના બીજા એક વિશ્વ રેકોર્ડની બરાબરી કરી છે. તેણે પાકિસ્તાન સામે હેડિંગ્લી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. હવે તે ઈતિહાસ રચવાથી એક ડગલું દૂર છે. સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ ખતરામાં છે.

| Updated on: Aug 21, 2026 | 5:46 PM
Share
ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ફરી એકવાર પોતાનો ક્લાસ બતાવ્યો હતો. હેડિંગ્લી ખાતે રમાઈ રહેલી મેચના બીજા દિવસે રૂટે અડધી સદી ફટકારી હતી અને 66 રનની મજબૂત ઇનિંગ રમી હતી.

1 / 5
આ ફિફ્ટી સાથે જો રૂટે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાના સચિન તેંડુલકરના વિશ્વ રેકોર્ડની બરાબરી કરી હતી. પોતાની 167મી ટેસ્ટ મેચની 305મી ઇનિંગમાં જો રૂટે તેની 68 મી અડધી સદી પૂરી કરી હતી.

2 / 5
સચિન તેંડુલકરે પોતાની 200 ટેસ્ટ મેચોમાં 68 અડધી સદી ફટકારી હતી. હવે, વધુ એક અડધી સદી સાથે જો રૂટ સચિન તેંડુલકરને પાછળ છોડી દેશે અને ટેસ્ટમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાનો રેકોર્ડ પોતાને નામ કરી શકે છે.

3 / 5
66 રનની ઇનિંગ દરમિયાન રૂટ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગના બીજા એક મોટા વિશ્વ રેકોર્ડને તોડવાની ખૂબ નજીક પહોંચી ગયો હતો. તે ઘરઆંગણે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના પોન્ટિંગના રેકોર્ડને તોડવાથી માત્ર ત્રણ રન દૂર છે. મેચની બીજી ઇનિંગમાં તેની પાસે આ સિદ્ધિ હાંસલ કરવાની સુવર્ણ તક હશે.

4 / 5
હેડિંગ્લીમાં 50 રનનો આંકડો પાર કરીને જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે 42મી વાર 50 થી વધુ રનની ઇનિંગ રમી હતી. આ સાથે, તેણે વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ કેપ્ટન ક્લાઇવ લોયડને પાછળ છોડી દીધા અને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 50થી વધુ રનની ઇનિંગ રમનારા ટોપ 5 કેપ્ટનોમાં સામેલ થયો હતો. (PC:PTI/X)

5 / 5

IND vs SL: કુલદીપ યાદવ પ્રેક્ટિસમાં પણ ન આવ્યો, કોલંબો ટેસ્ટમાંથી થશે બહાર?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">