AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા PMJVK ગ્રાન્ટમાં નાણાકીય ગેરરીતિના ગંભીર આરોપો હેઠળ

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા પર PMJVK ગ્રાન્ટના ઉપયોગમાં નાણાકીય ગેરરીતિના ગંભીર આક્ષેપો થયા છે.

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા PMJVK ગ્રાન્ટમાં નાણાકીય ગેરરીતિના ગંભીર આરોપો હેઠળ
| Updated on: Aug 22, 2026 | 10:00 PM
Share

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવ્યા છે. આ વખતે, પ્રધાનમંત્રી જનવિકાસ કાર્યક્રમ (PMJVK) હેઠળ યુનિવર્સિટીને મળેલી ગ્રાન્ટના ઉપયોગમાં કથિત નાણાકીય ગેરરીતિઓ અને હોદ્દાના દુરુપયોગના ગંભીર આક્ષેપો તેમની સામે થયા છે. આ મામલે અનેક દસ્તાવેજો સામે આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જે સત્તાવાર તપાસની જરૂરિયાત ઊભી કરે છે.

આક્ષેપ મુજબ, નીરજા ગુપ્તાએ કુલપતિ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન PMJVK પ્રોજેક્ટમાં પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો. તેમને પોતાને જ પ્રોજેક્ટના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર (PI) તરીકે નિયુક્ત કર્યા હોવાનો દાવો છે. આ નિમણૂકનો પત્ર પણ સામે આવ્યો હોવાનું કહેવાય છે. સવાલ એ છે કે કુલપતિ જેવો ઉચ્ચ હોદ્દો ધરાવતી વ્યક્તિ પોતાની જ નિમણૂક PI તરીકે કેવી રીતે કરી શકે. આ કાર્યવાહી નિયમોનું ઉલ્લંઘન સૂચવે છે.

આ મામલે સૌથી ચોંકાવનારો આક્ષેપ એ છે કે PMJVK ગ્રાન્ટમાંથી ₹9.84 લાખ નીરજા ગુપ્તાના દીકરાના વિદેશસ્થિત બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ ટ્રાન્સફર સંબંધિત પુરાવા પણ સામે આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વધુમાં, જે બેન્ક ખાતામાં ગ્રાન્ટની રકમ આવતી હતી, તે ખાતું ઇન્ડસઇન્ડ બેન્કની ડ્રાઇવ-ઇન રોડ બ્રાન્ચમાં ગુપ્તા નીરજા અરુણકુમારના નામે હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. આ વ્યવહાર ગ્રાન્ટના નિયમો અને પારદર્શિતા પર ગંભીર સવાલો ઉભા કરે છે.

આક્ષેપ એટલો જ નથી કે તેમને પોતાની નિમણૂક PI તરીકે કરી, પરંતુ તેમને કુલપતિના પગાર ઉપરાંત PI તરીકે આશરે ₹4 લાખનું મહેનતાણું પણ મેળવ્યું હોવાનો દાવો છે. એટલે કે, એક જ સમયગાળામાં બે અલગ-અલગ હોદ્દાઓ પરથી નાણાકીય લાભ મેળવવામાં આવ્યો, જે હોદ્દાના દુરુપયોગની શક્યતા દર્શાવે છે.

મળતી માહિતી મુજબ, PMJVK હેઠળ ગુજરાત યુનિવર્સિટીને જૈન સમાજના હસ્તપ્રતોની માહિતીના વર્ગીકરણ, ડિજિટલાઇઝેશન અને સંરક્ષણ જેવા કાર્યો માટે આશરે ₹40 કરોડની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી. ગ્રાન્ટ ફાળવવામાં આવ્યાના બીજા જ દિવસે સાંજે, સિન્ડિકેટની એક બેઠક મળી હતી, જેમાં 17માંથી 15 સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ ગ્રાન્ટ એક પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર દ્વારા તેમના ખાતામાં દાખલ કરવામાં આવે અને તમામ કાર્યક્રમોનું આયોજન પણ તેમના દ્વારા કરવામાં આવે. આશ્ચર્યજનક રીતે, આ PI તરીકે સિન્ડિકેટ બેઠકના અધ્યક્ષ નીરજા ગુપ્તા પોતે જ નિયુક્ત થયા અને તેમના નામે ઇન્ડસઇન્ડ બેન્કમાં ખાતું ખોલીને ₹40 કરોડ જમા કરાવવામાં આવ્યા.

આ ઉપરાંત, ઓક્ટર્સ કંપનીના ખાતામાં ચેક નંબર 141077 મારફતે પેમેન્ટ કરવામાં આવ્યું હોવાનો પણ દાવો છે, જેના હેતુ અને નિયમાનુસારતા અંગે સવાલો ઉભા થયા છે. સૌથી ગંભીર બાબત એ છે કે ₹40 કરોડની ગ્રાન્ટ પૈકી લગભગ 50% કરતાં પણ વધારે રૂપિયાના ઉપયોગનો હિસાબ ગુજરાત યુનિવર્સિટીને હજુ સુધી પ્રાપ્ત નથી થઈ રહ્યો.

આ તમામ આક્ષેપો અને સામે આવેલા દસ્તાવેજો પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાની ભૂમિકા પર શંકા ઊભી કરે છે. જોકે, આ મુદ્દાઓ હાલ પૂરતા આક્ષેપો અને દસ્તાવેજોના આધારે છે. આ મામલે સત્તાવાર તપાસ હાથ ધરવામાં આવે અને તમામ હકીકતો સ્પષ્ટ થાય તે અત્યંત મહત્વપૂર્ણ છે.

અમેરિકામાં વસતા ગુજરાતીઓને CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં રોકાણ કરવા આપ્યું આમંત્રણ, જુઓ Video

Follow Us
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
વડોદરાની પ્રખ્યાત 'દાસ પેંડા'ની કાજુ કતરીમાંથી નીકળી ફૂગ! Video
વડોદરાની પ્રખ્યાત 'દાસ પેંડા'ની કાજુ કતરીમાંથી નીકળી ફૂગ! Video
વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો
વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર
આજનું રાશિફળ : કુંભને અણધારી આવક, વૃશ્ચિકે સાવધાન રહેવું
આજનું રાશિફળ : કુંભને અણધારી આવક, વૃશ્ચિકે સાવધાન રહેવું
"ભારતીયો હાથથી કેમ ખાય છે?" અમેરિકન યુઝરે કેમ પૂછ્યો આવો સવાલ?
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
અમદાવાદમાં રિક્ષા ચાલકોની 'દાદાગીરી', પોલીસ કાર્યવાહીના આદેશ
અમદાવાદમાં રિક્ષા ચાલકોની 'દાદાગીરી', પોલીસ કાર્યવાહીના આદેશ
g clip-path="url(#clip0_868_265)">