તમારા આધાર કાર્ડમાં નામ, એડ્રેસ અને બર્થ ડેટ કેટલી વાર બદલી શકાય? જાણો નિયમો
સરકારી યોજના થી લઈને , શાળામાં પ્રવેશ સહિત અનેક જગ્યાએ આધાર કાર્ડ આજે અત્યંત જરૂરી દસ્તાવેજ બની ગયુ છે. જો આધારકાર્ડમાં નામ, સરનામા કે અન્ય વિગતોમાં ભૂલ હોય તો મહત્વના કામ અટકી શકે છે. ત્યારે આધાર કાર્ડમાં કઈ કઈ વિગતો કેટલી વાર અપડેટ કરાવી શકાય? આવો જાણીએ.

આધાર કાર્ડમાં નામમાં કોઈ ભૂલ હોય તો તે માત્ર 2 જ વાર સુધારો કરી શકાય છે. અનિવાર્ય સંજોગોમાં જો વધુ વખત ફેરફાર કરવા પડે તો તેના માટેના આધારભૂત દસ્તાવેજ અને એક સોગંદનામુ પણ રજૂ કરવુ પડે છે.

એડ્રેસ: આધારકાર્ડમાં સરનામુ બદલવા માટેની કોઈ મર્યાદા નથી. જો તમારી પાસે એડ્રેસનો પુરાવો હોય તો તમે ગમે તેટલીવાર એડ્રેસ અપડેટ કરાવી શકો છો.

મોબાઈલ નંબર: આધારકાર્ડમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલવા માટેની પણ કોઈ લિમીટ નથી. તમે નવો નંબર લો છો તે જુના નંબર પર આવેલા OTP સાથે બદલી શકો છો.

જન્મતારીખ અને જેન્ડર: જન્મતારીખ અને Gender એકવાર અપડેટ કરી દીધા પછી બીજીવાર બદલી શકાતી નથી.

આધારકાર્ડમાં જો એડ્રેસ ચેન્જ કરવુ હોય તો ઘરે બેઠા myAadhaar પોર્ટલ પરથી કરી શકો છો. તેના માટે તમારે રજિસ્ટર્ડ નંબર પર આવતા OTP અને યોગ્ય ડોક્યુમેન્ટ અપલોડ કરીને ઓનલાઇન અપડેટ કરી શકાય છે.

આધારકાર્ડમાં જે સુધારામાં બાયોમેટ્રિક વેરિફિકેશનની કે અન્ય ચોક્સાઈની જરૂર હોય જેમ કે નામ, મોબાઈલ નંબર,જન્મતારીખ તેના માટે આધાર સેવા કેન્દ્ર પર જવુ ફરજિયાત છે.

આધાર કેન્દ્ર પર ધક્કા ખાવાથી અને લાંબી કતારમાં રાહ જોવાથી બચવા અગાઉથી જ ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લઈને જઈ શકો છો. જેથી ટોકન માટેની કોઈ જફા રહેતી નથી.
શિવલિંગ પર આવેલા 7 પ્રમુખ સ્થાન શું દર્શાવે છે? દરેક સ્થાનનું જાણો મહત્વ
