બાથરૂમના શાવરમાં પાણીનું પ્રેશર ઓછું થઈ ગયું છે ? પ્લંબરને બોલાવ્યા વગર માત્ર ₹10ની આ વસ્તુથી મિનિટોમાં સ્પીડ વધારો
શું તમારા બાથરૂમના શાવરમાંથી પણ પાણી ટીંપે-ટીંપે પડે છે? ખારા પાણીના ક્ષારથી બંધ થયેલા શાવરના કાણાં ખોલવા માટે હવે પ્લંબરનો ખર્ચ કરવાની જરૂર નથી. માત્ર ₹10ની આ એક વસ્તુથી મિનિટોમાં શાવર નવો જેવો થઈ જશે. જાણો

દરરોજ સવારે શાવરમાંથી પાણીની ધીમી ધાર આવવી તે સામાન્ય સમસ્યા છે. ઘણા લોકો માને છે કે પાણીનું પ્રેશર ઓછું છે, પરંતુ અસલ કારણ ખારા પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ છે જે શાવરના નાના કાણાંમાં જમા થઈ જાય છે.

હાર્ડ વોટર એટલે કે ખારા પાણીના કારણે સમય જતાં શાવરહેડ પર સફેદ ચૂનાની પરત જામી જાય છે. આ ક્ષાર શાવરના કાણાં બંદ કરી દે છે, જેનાથી પાણી સરખી રીતે બહાર નથી આવતું અને ધાર ધીમી કે ત્રાસી થઈ જાય છે.

સામાન્ય રીતે લોકો ક્ષાર સાફ કરવા વિનેગર કે બેકિંગ સોડા વાપરે છે, પરંતુ ₹10માં મળતો 'સાઇટ્રિક એસિડ' (લીંબુના ફૂલ) આ ક્ષારને ઓગાળવા માટે સૌથી વધારે અસરોકારક સાબિત થાય છે.

સૌથી પહેલા એક વાસણમાં નવશેકું (હૂંફાળું) પાણી લો અને તેમાં 2-3 મોટી ચમચી સાઇટ્રિક એસિડ ઉમેરો. જો તમારો શાવરહેડ ખુલી શકતો હોય તો તેને અલગ કરીને આ પાણીમાં 30 મિનિટથી 1 કલાક સુધી પલળવા દો.

પલળી ગયા પછી જૂના ટૂથબ્રશની મદદથી શાવરના કાણાં પર જમા થયેલા ક્ષારને હળવા હાથે ઘસીને સાફ કરી લો. ત્યારબાદ તેને સ્વચ્છ પાણીથી ધોઈને પાછો લગાવી દો, શાવર એકદમ નવો થઈ જશે.

જો શાવરહેડ ખુલે તેમ ન હોય, તો પ્લાસ્ટિકની થેલીમાં સાઇટ્રિક એસિડ અને હૂંફાળું પાણીનું દ્રાવણ ભરો. આ થેલીને શાવરહેડ પર એવી રીતે બાંધી દો જેથી શાવરના કાણાં લિક્વિડમાં ડૂબેલા રહે. થોડીવાર પછી થેલી હટાવીને સાફ કરી લો.

શાવરહેડને લાંબા સમય સુધી સાફ ન કરવામાં આવે તો ક્ષાર ફરીથી જમા થઈ જાય છે. તેથી માત્ર પ્રેશર ઘટે ત્યારે જ નહીં, પરંતુ મહિનામાં એકવાર આવી રીત અપનાવીને નિયમિત સફાઈ કરવી જોઈએ.

શાવરની ધાર ધીમી પડે એટલે તરત જ નવો શાવર ખરીદવો કે પ્લંબરને બોલાવીને મોટો ખર્ચ કરવાની જરૂર નથી. માત્ર ₹10 અને 15 મિનિટની સફાઈથી તમે શાવરનું પ્રેશર પહેલા જેવું તેજ કરી શકો છો.
Raksha Bandhan 2026: શું પત્ની પતિને રાખડી બાંધી શકે ? જાણો શું કહે છે શાસ્ત્રો
