Gujarat Breaking News : ગુજરાત કોંગ્રેસમાં જૂના ચહેરાઓની થશે છુટ્ટી, Gen Z અને નવા યુવાનોને મળશે મોટી તક, સંગઠને માળખું મોકલાયું દિલ્હી! જુઓ Video
ગુજરાત કોંગ્રેસનું નવું સંગઠન માળખું તૈયાર કરવામાં આવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવેલું આ માળખું મંજૂરી માટે હાઇકમાન્ડને મોકલવામાં આવ્યું છે. હવે હાઇકમાન્ડની મંજૂરી બાદ ઓગસ્ટ માસના અંત સુધીમાં ગુજરાત કોંગ્રેસના નવા સંગઠન માળખાની જાહેરાત થવાની શક્યતા છે.
ગુજરાત કોંગ્રેસનું નવું સંગઠન માળખું તૈયાર કરવામાં આવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવેલું આ માળખું મંજૂરી માટે હાઇકમાન્ડને મોકલવામાં આવ્યું છે. હવે હાઇકમાન્ડની મંજૂરી બાદ ઓગસ્ટ માસના અંત સુધીમાં ગુજરાત કોંગ્રેસના નવા સંગઠન માળખાની જાહેરાત થવાની શક્યતા છે. 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. નવા સંગઠન માળખામાં નવા ચહેરાઓને સ્થાન આપવાની સાથે યુવાનોને પણ મહત્વ આપવામાં આવે તેવી શક્યતા છે.
યુવાનોને સંગઠનમાં સ્થાન આપવાની દિશા
ખાસ કરીને Gen Z આંદોલન બાદ કોંગ્રેસ દ્વારા નવા યુવાનોને સંગઠનમાં સ્થાન આપવાની દિશામાં પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે નવા ચહેરાઓ અને યુવાનોને જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવેલા માળખાને હાલ હાઇકમાન્ડની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. મંજૂરી મળ્યા બાદ ઓગસ્ટના અંત સુધીમાં નવા સંગઠનની જાહેરાત થઈ શકે છે.
2027ની વિધાનસભા ચૂંટણીના પગલે સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. નવા ચહેરાઓ અને યુવાનોને સ્થાન આપીને સંગઠનનું નવું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. હવે હાઇકમાન્ડની મંજૂરી બાદ આ માળખું ક્યારે જાહેર થાય છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો, Rajkot Breaking News: ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે 100 ક્યુસેક પાણી છોડાયું, પૂર્વ MLA લલિત વસોયાએ પાણી છોડવાની કરી હતી માગ, જુઓ Video
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
